ગુજરાતી ભાષામાં કંઈક `હટકે’ કહી શકાય એવા વિષય સાથેની આ નવલકથા છે. સામાન્ય રીતે નવલકથામાં સામાજિક સમસ્યા સાથે પ્રેમ-શૃંગારની વાત ગૂંથી લેવામાં આવતી હોય છે. આ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક તથ્ય રજૂ કરતી વિશિષ્ટ કથા છે. જગતનો તાત અને અન્નદેવતા ગણાયેલા ખેડૂતોની અવદશા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, બધા... read more
અખેનાતન અને નેફરટીટી! આ એવાં નામ છે કે જે મનમાં આવતાં જ છેલ્લાં ઘણાં વરસોથી મને એક ન સમજાય એવી લાગણી અને રોમાંચ થઈ આવે છે. સદીઓથી ચાલ્યા આવતાં અગણિત દેવી-દેવતાઓને ફગાવીને એક ધડાકે એક જ ઈશ્વરની સ્થાપના કરવાની આજથી સાડા-ત્રણ હજાર વરસ પહેલાં પહેલ કરનાર 18મા વંશના એ રાજવીનો... read more
વીનેશ અંતાણીની વાર્તાઓ માનવમનનાં ઝીણાંમાં ઝીણાં સંવેદનોને વિશિષ્ટ અને આગવી શૈલીમાં પ્રગટ કરે છે. તેઓ બહારથી સાદી અને સામાન્ય દેખાતી પરિસ્થિતિઓમાંથી વાર્તાનું બીજ પકડી તેની કલાત્મક માવજત કરે છે. એમની વાર્તાઓ બાહ્ય ઘટનાઓના વજન નીચે કચડાઈ જતી નથી, તો ઘટનાઓનો સાવ છેદ પણ ઉડાડતી નથી. એમણે એમના પાંચમા વાર્તાસંગ્રહ ‘પાછા... read more
નાનકડી અનિકા ડેલહાઉસીની ટેકરી પર પોતાના ઘરની બારી પર આકાશ દોરતી. અને એક દિવસ ઘરની ત્રણ દીવાલો જુદી પડી. સેલિબ્રેટેડ પેઇન્ટર મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ. આર્મીમાં સક્રિય બાબા મેજર રણજિત સિયાચીનનાં પહાડોમાં ગયા અને અનિકા દેહરાદૂનની સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં. અનિકાની નાનકડી આંખો જોતી હતી કે સૌએ પોતપોતાની બૅગમાં... read more
કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.” પરંતુ... એક હતી પટરાણી સત્યભામા! જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી!” આ કથા સત્યભામાની છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહી, આંખમાં... read more




