વીર સંઘવી એ પોતાની પેઢીના પ્રસિદ્ધ પત્રકારોમાંના એક છે. તે માત્ર 22 વર્ષની વયે ‘બોમ્બે મેગેઝીન’નાં સંસ્થાપક સંપાદક થયા હતા. તે ઉપરાંત તેમની કારકિર્દી ‘ઇમ્પ્રિન્ટ’ નામના ભારતના પ્રથમ મેગેઝિન અને ‘સન્ડે’ સાપ્તાહિક સમાચાર મેગેઝીન સાથે જોડાયેલી રહી છે. તે પછી તેમણે ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ માં કામ સાંભળ્યું જે ઉત્તર ભારતનું સૌથી મોટું અંગ્રેજી દૈનિક છે. સંઘવી તેની સાથોસાથ ટીવી ઇન્ટરવ્યૂઅર તરીકે પણ કામ કરતાં રહ્યા છે અને તેમણે ‘સ્ટાર ટીવી’ એન ‘NDTV’ ન્યુઝ ચેનલ પર ઘણા કાર્યક્રમોનું સફળ સંચાલનં કર્યું. તેમની ગણતરી ભારતના મુખ્ય ફૂડ રાઇટરમાં થાય છે. તેમના પુસ્તક ‘રુડ ફૂડ’ને આંતરરાષ્ટ્રીય ભોજન વ્યવસાયનો ઓસ્કાર ગણાતો ‘બેસ્ટ ફૂડ લિટરેચર ઇન ધ વર્લ્ડ’ ઍવોર્ડ મળ્યો.