શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે. તેઓ તેમની આગવી શૈલી માટે જાણીતા છેતેમણે ૧૩ પુસ્તકો ગુજરાતીમાં અને ૧ પુસ્તક હિંદીમાં લખ્યું છે. તેમનાં પુસ્તકોમાંથી ચાર બીજાં પુસ્તકો ડો. જગદીશ ત્રિવેદીએ સંપાદન કર્યા છે.તેમનો જન્મ થાનગઢ (સુરેન્દ્રનગર) ખાતે થયો હતો. તેમનો ઉછેર એક ગુજરાતી મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેઓ 1958 થી 1971 દરમિયાન શિક્ષક અને 1971 થી 1996 દરમિયાન શાળાના આચાર્ય હતા. તેમની ઇસ્લામિક પૃષ્ઠભૂમિ વિશે સારી જાણકારી ઉપરાંત, તેઓ સંસ્કૃત ભાષા અને હિન્દુ ધર્મ વિશે પણ શીખ્યા છે.સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમની સેવાઓ માટે 'પદ્મશ્રી' થી નવાજવામાં આવ્યો છે.