શાહબુદ્દીન રાઠોડને અનેક વાર સાંભળ્યા છે. કાર્યક્રમ પૂરો થાય પછી પણ કાનને એક તરસ તો રહે કે ફરી પાછા ક્યારે સાંભળશું. એ પોતે ધીર, ગંભીર, સ્થિર થઈને પલાંઠી વાળીને પૂરતી સ્વસ્થતાથી વાતને વહેતી કરે અને શ્રોતાઓ જાણે કે ખુરશી સાથે ઊછળતા હોય એવું દૃશ્ય સર્જાય, તોપણ એના પૂરમાં તણાઈ ન જાય. એક હાસ્યકારની આવી જ અદા અને અદબ હોય. એ જાણે છે કે હાસ્યથી એ માણસને ચિક્કાર મનોરંજન આપી શકે છે છતાં પણ એમને મેદનીનો મેદ ચડતો નથી.
એમનું હાસ્ય એ રમૂજનાં થીગડાં કે ટુચકાઓ નથી, પણ એથીયે કંઈક વિશેષ છે. એ પર્ફૉર્મિંગ આર્ટિસ્ટ તો છે જ પણ એ કળા કોઈ ચેનચાળાથી નહીં પણ અવાજના આરોહ-અવરોહથી સિદ્ધ કરે છે. એમનું હાસ્ય આસપાસનાં પાત્રો અને પરિસ્થિતિમાંથી સહજરૂપે પ્રગટે છે. હાસ્યની પાછળ વેદના પણ છે અને કલાકારની સંવેદના પણ છે. દુઃખ હોય તોપણ ક્યાંય ડંખ નથી હોતો. સમાજનો એ ફોટોગ્રાફ પણ આપે છે અને ઍક્સ-રે પણ આપે છે અને હાસ્યની પાછળ રહેલી સમજણની અને શાણપણની સંહિતા પણ આપે છે. શેખાદમ આબુવાલાની ચાર પંક્તિઓમાં એમની વાત કહી શકીએઃ
હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું,
રડી શકતો નથી એનું મને દુઃખ છે, દુખી છું હું;
દબાવીને હું બેઠો છું જીવનના કારમા ઘાવો,
ગમે ત્યારે ફાટી જાઉં એ જ્વાળામુખી છું હું.
– સુરેશ દલાલ




















![Shahabuddin Rathod [Sadabahar Hasya]](https://i0.wp.com/rrsheth.com/wp-content/uploads/2023/07/Shahbuddin-Rathod-Sadabahar-hasya_front.webp?fit=150%2C233&ssl=1)












Be the first to review “Hasya No Varghodo”
You must be logged in to post a review.