રસ્કિન બોન્ડ બ્રિટિશ મૂળના ભારતીય લેખક છે. તેમની પ્રથમ નવલકથા The Room on the Roof ને 1957 માં ‘જ્હોન લેલેવલીન રાયસ પ્રાઈઝ’ મળ્યું હતું. અંગ્રેજીમાં તેમની નવલકથા Our Trees Still Grow in Dehra માટે 1992 માં તેમને ‘સાહિત્ય અકાદમી એવોર્ડ’ મળ્યો હતો. તેમણે અનેક ટૂંકી વાર્તાઓ, નિબંધો, નવલકથાઓ અને બાળકો માટેના પુસ્તકો લખ્યા છે. તેમને 1999 માં ‘પદ્મશ્રી’ અને 2014 માં ‘પદ્મ ભૂષણ’ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓ મસૂરીના લેન્ડૌરમાં તેમના દત્તક લીધેલા પરિવાર સાથે રહે છે.