બહુપ્રતિભાસંપન્ન કુ. રસિકબા હેમુદાન કેસરિયા ફૅશન ડિઝાઇનર છે. મા સરસ્વતીની એમના પર કૃપા છે. લેખન અને વક્તૃત્વ પર એકસરખી મહારથ ધરાવતાં રસિકબા કેસરિયાએ ‘હરિરસ વિવરણ’, ‘ભક્તામર સ્તોત્ર’, ‘હનુમાનચાલીસા : સફળતાનો મંત્ર’, ‘મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર’ જેવાં પુસ્તકોનું સર્જન કરેલું છે.
રાષ્ટ્ર, સંસ્કૃતિ અને સમાજ પ્રત્યે સંવેદના અને સેવા એમને વારસામાં મળેલાં છે. જન્મજાત આ સંસ્કારના કારણે એમણે અનેક પ્રકારનાં સેવાકીય તેમજ સાંસ્કૃતિક કાર્યો પણ કર્યાં છે – જેમકે ભૂજ અને કચ્છ જિલ્લાનાં પાંચ સ્થાનો પર 1111 દીવડા દ્વારા જળાશયો પાસે દીપોત્સવ પરંપરા શરૂ કરી. ભૂજિયા કિલ્લા પર 108 મકરધ્વજ ફરકાવી દશેરા શસ્ત્રપૂજનનો લોકોત્સવ શરૂ કરાવ્યો હતો. વર્ષ-2017થી શહીદોને શબ્દાંજલિ કાર્ય 23 માર્ચે શરૂ કરાવ્યું.
સેવાકાર્ય માટે વૈચારિક જાગરણ માટે પ્રતિબદ્ધ ‘જનકબા સેવા સંસ્થાન’નાં રસિકબા કેસરિયા અધ્યક્ષ છે.