જર્મનોને અંગ્રેજી શીખવતાં પ્રતીક્ષા થાનકી છાપાં, સામયિકો, પુસ્તકો, રેડિયો-ટીવી, વેબસાઇટ્સ… દરેક માધ્યમ માટે લખે છે. અંગ્રેજીમાં તેમનો ટ્રાવેલ બ્લોક ઍવૉર્ડ નોમિનેટેડ અને ગુજરાતીના પ્રવાસ નિબંધો ઍવૉર્ડ વિજેતા રહી ચૂક્યા છે. અંગ્રેજી સાહિત્યમાં અધ્યાપન કાર્ય અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ફેમિના’ મૅગેઝિનમાં પત્રકારત્વનો અનુભવ મેળવવા માટે તેમણે સાયન્સ પિખ્શનના રેલેવન્સ પર Ph.D. પણ પાર પાડી દીધું છે. હવે જર્મનીમાં સ્થાયી થઈ તે ક્યારેક આઇસલૅન્ડ તો ક્યારેક મેક્સિકોની ફ્લાઇટ પર ફ્રેન્કફર્ટ ઍરપૉર્ટ પર મળી જાય તે શક્યતા ખરી.