Deval Shastri
3 Books
દેવલ શાસ્ત્રી છેલ્લાં દસ વર્ષથી લેખનપ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. બાળપણથી વાંચનના શોખીન તથા વાંચનને જિંદગી સાથે જોડીને દુનિયાને જાણવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. પ્રારંભમાં નોકરી અને પછી બિઝનેસ તથા કન્સલ્ટિંગ કરતા રહ્યા હોવાથી અસંખ્ય મિત્રોનો સંપર્ક થતો ગયો. માનવસ્વભાવ સમજવાની વૃત્તિ અને માનવવર્તણૂકનો અભ્યાસ એમના આર્ટિકલમાં જોવા મળે છે. અવિરત પ્રવાસ કરવાની આદત થકી પ્રવાસ માટે અનેક જગ્યાઓને સોશિયલ મીડિયામાં મૂકીને મિત્રોને ફરતા કર્યા. મહીકાંઠો તેમનો ગમતો વિસ્તાર હોવાથી બંને તરફનાં ગામડાં અને કોતરોમાં રખડીને લોકસંસ્કૃતિ તથા સમસ્યાઓને સતત ઉજાગર કરતા રહ્યા છે. ભાદરણમાં કૉલેજ સુધી અભ્યાસ કર્યા પછી વડોદરામાં સ્થાયી થયા. સોશિયલ મીડિયામાં અલગ અલગ વિષયો પર લખતા રહ્યા છે, ગુજરાતના માતબર ન્યૂઝપેપરમાં કૉલમ લખવા સાથે પત્રકારત્વનો અનુભવ લીધો છે. ખેતી અને ગ્રામ્યજીવન સાથે જોડાયેલા હોવાથી સામાજિક સમસ્યાઓ અને પ્રકૃતિનો નજીકથી અનુભવ લીધો છે, જે તેમના આર્ટિકલમાં નજરે પડે છે. શિક્ષણજગત સાથે નાતો જાળવી રહેતા શિક્ષકો તથા ભાવિ શિક્ષકો માટે અનેક વર્કશૉપ કરતા રહ્યા છે. સેલ્સની દુનિયામાં કામ કરતા રહ્યા છે તેથી કૉર્પોરેટજગતમાં આવતા ફેરફારોને નિહાળતા રહ્યા છે અને કૉર્પોરેટમાં ધર્મ સાથે મૅનેજમેન્ટનાં વક્તવ્ય આપતાં રહ્યાં છે. વૈદિક યુગથી પુરાણો અને મહાન નાટકો તેમજ આધુનિક સાહિત્યને મૅનેજમેન્ટ સાથે જોડીને સરળ લખાણો તથા રસપ્રદ વક્તવ્યો આપ્યાં છે. આશરે પાંચસો કરતાં વધુ આર્ટિકલ લખ્યા છે. જિંદગીની રખડપટ્ટીને નવલકથાના સ્વરૂપે લખવાનો પ્રયાસ છે.
Social Links:-

Showing all 3 results

  • Dasvidania

    250.00

    નેવુંના દાયકામાં રાજવાડા નામના નાનકડા શહેરમાં એક યુવાન નોકરી માટે આવે છે. આ યુવાન મિત્રો સાથે પ્રતિજ્ઞા લે છે કે ત્રણ વર્ષ સુધી કોઈ સ્ત્રી તરફ નજર નહીં નાખે. આ પ્રતિજ્ઞા લીધાના ત્રણ જ કલાકમાં કૉલેજમાં ભણતી કેતકીના પ્રેમમાં પડે છે. કેતકીની સાથે રોમાન્સની મધુર યાત્રા શરૂ થાય છે. નેવુંના... read more

    By Deval Shastri
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Jivava Jevi Jindagi

    299.00

    જીવન એ બહુ જ જટિલ કોયડો છે, જેને સમજવાની અને ઉકેલવાની મથામણમાં જ એ પૂરું પણ થઈ જાય છે. જીવનના ઊબડખાબડ અનુભવોમાં પસાર થતાં હોઈએ ત્યારે આપણે હંમેશાં એવી કલ્પનાઓમાં હોઈએ છીએ કે... એક દિવસ તો સુખ પામીશું… એક દિવસ તો સારો ઊગશે… એક દિવસે બધાએ આપણો ડંકો માનવો પડશે...... read more

    By Deval Shastri
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Sanatan Satya

    250.00

    ભારત વિશ્વમાં એકમાત્ર એવા વિશાળ હૃદયનો દેશ છે, જેમાં અનેક ભાષાઓ, રીતરિવાજો, નાના-મોટા પંથો, ધર્મો અને સંસ્કૃતિ એકબીજાં સાથે ગૂંથાયેલાં છે. આ વિરાસતના જ્ઞાનમાર્ગ માટે દેશ અને દુનિયાની અનેક ભાષામાં સાહિત્યસર્જન થતું રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ વિશેની અનેક બાબતોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પામવાની અનોખી પરંપરા છે. સનાતન સાહિત્યનો... read more

    By Deval Shastri
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart