રોન્ડા બર્ને ઑસ્ટ્રેલિયન ટેલિવિઝન લેખક અને નિર્માતા છે. તેમનું પુસ્તક ‘ધ સિક્રેટ’ આકર્ષણના નિયમ પર આધારિત છે. તેમણે ‘ધ પાવર’, ‘ધ મેજિક’ અને ‘હીરો’, તેમજ ‘ધ સિક્રેટ’ સાથે સંબંધિત અન્ય પુસ્તકો સહિત પુસ્તકની અનેક સિક્વલ લખી છે.
બર્ને ધ સિક્રેટના વાચકોના હજારો પત્રોના જવાબ આપ્યા પછી ધ સિક્રેટની સિક્વલ લખવાની પ્રેરણા મળી. બર્નેની એક વેબસાઈટ ધ સિક્રેટ www.thesecret.tv ને સમર્પિત છે.