Raksha Shukla
3 Books
તળાજાની નવકાર મંત્ર ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષિકા અને ભાવનગર જિલ્લાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લ શાળાજીવનથી જ સંગીત અને સાહિત્યના કલાસાધક રહ્યા છે. તેમને ‘કુમાર’ ટ્રસ્ટનું વર્ષ 2015નું કમલાબેન પરીખ પારિતોષિક (કુમાર ચંદ્રક) અર્પણ થયો છે. વર્ષ 2017નો રાજ્ય કક્ષાનો બ્રહ્મ ‘ગૌરવ પુરસ્કાર’, CWDC તરફથી ‘બેસ્ટ કૉલમ રાઈટર’ (2018), રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે, 2019નો ‘સંસ્કાર વિભૂષણ ઍવૉર્ડ, તેમજ ભાવનગરની શિશુવિહાર સંસ્થા તરફથી સ્વ. રીતા ભટ્ટ સ્મૃતિ કવયિત્રી સન્માન(2019) ઈત્યાદિ માન-અકરામ પ્રાપ્ત થયા છે. આકાશવાણીના રાષ્ટ્રીય કવિસંમેલનમાં પણ એમની પસંદગી થયેલી છે. રક્ષા શુક્લ તેમની અનેક આયામી સાહિત્યયાત્રા દ્વારા ભાવનગરનું નામ રોશન કર્યું છે.

Showing all 3 results

  • Attan Ni Olipa

    150.00

    આપણું ચંચળ મન જેમ ઘણીવાર એક નવા પ્રદેશની શોધમાં નીકળી પડે છે તેમ, `અટ્ટણની ઓલીપા’ પણ એક એવા જ અગોચર આલમની ખોજ છે. આ સંગ્રહનાં ગીતોના હિંચકે તમને બેશક ઝૂલવાનું મન થશે. અહીં ગઝલની વાહવાહ પછીનું મૌન છે, તો અછાંદસના આકાશમાં નવા જ સૂર્ય-ચંદ્રનું તેજ પણ છે. રક્ષા શુક્લનાં કાવ્યોના... read more

    Category: New Arrivals
    Category: Poetry
  • Manasmarm

    175.00

    બાવન સપ્તાહનું જીવનભાથું આ પુસ્તક મને ગમી ગયું છે. અહીં મોરારિબાપુના વ્યાપક વિચારો છે, એવી પ્રતીતિ વાચકોને પાને પાને થશે. મર્યાદાપુરુષોત્તમ રામની સુગંધ આજે તલગાજરડા ગામમાં ઊગેલા એક માનવપુરુષ દ્વારા વિશ્વવાડીમાં પ્રસરી રહી છે. આ પુસ્તક માત્ર કથાસાર નથી, અહીં સંત તુલસીદાસની સત્ત્વગુણી સુગંધ છે. આવું સુંદર પુસ્તક આપવા બદલ... read more

    Category: Articles
    Category: Spiritual
  • Vanita Vishesh

    150.00

    સ્ત્રીને નબળી કહેવી એ ગુનો છે. પુરુષ દ્વારા સ્ત્રીને કરાયેલો અન્યાય છે. જો શક્તિનો અર્થ નૈતિકતાના અર્થમાં ગણવાનો હોય તો સ્ત્રી, એ પુરુષ કરતાં અનેકગણી ચડિયાતી હોય છે. - મહાત્મા ગાંધી પોતાની જાતને ઘસી નાંખીને સેવા કરવાની બાબતમાં પુરુષ કદી પણ સ્ત્રીની કક્ષાએ પહોંચી નહીં શકે. - મહાત્મા ગાંધી આ... read more

    Category: Banner 3
    Category: Inspirational
    Category: Pen Portraits