મનસુખ સાવલિયાનો જન્મ ફતેહપૂર અમરેલીમાં થયો હતો. ફતેહપૂર એ ભોજા ભગતની કર્મ ભૂમિ છે. મનસુખ સાવલિયા મહાન સંત કવિ ભોજા ભગતના છઠ્ઠા વંશજ થાય. તેઓ કૉલેજનાં અભ્યાસ દરમિયાન દલપતશાઈ કાવ્યો લખતા. તેઓ ઉપલેટા કૉલેજમાં સંસ્કૃતનાં અધ્યાપક હતા. સંપાદક તરીકેની એમની કામગીરી નોંધનીય છે. ભોજા ભગતના પદો, નરસિંહ મહેતાના પ્રભાતિયા, અખાના છપ્પા, ધીરાની કાફી, દયારામની ગરબી, એ બધાના સંપાદન તેઓએ કરેલા છે. સંસ્કૃત સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓનો ગુજરાતી અનુવાદ કરીને ગુજરાતી ભાષાની બહુ મોટી સેવા એમને કરેલ છે.