Jelam Hardik
1 Book
જેલમ હાર્દિક  ભુજ, કચ્છમાં જન્મ  પ્રવાસ, વાંચન, લેખન, સાહિત્ય અને સંગીતના ખોળે ઉછેર  શાસ્ત્રીય કંઠ્યસંગીતમાં વિશારદ સુધીની તાલીમ  અંગ્રેજી વિષયનું અનુસ્નાતક સુધીનું શિક્ષણ અનુક્રમે ભુજ અને ગુજરાત યુનિવર્સિટી ભાષા ભવન અમદાવાદમાં અને અંગ્રેજી અધ્યાપનની તાલીમ ઇંગ્લિશ ઍન્ડ ફૉરેન લૅન્ગ્વેજિસ યુનિવર્સિટી, હૈદરાબાદમાં  ભુજ, નખત્રાણા, રાજકોટ, કોલ્લમ-કેરળ અને સિડની-ઑસ્ટ્રેલિયાની આર્ટ્સ, કૉમર્સ, એન્જિનિયરિંગ અને મૅનેજમેન્ટને લગતી વિવિધ સંસ્થાઓમાં અધ્યાપન  હાલ સિડની, ઑસ્ટ્રેલિયાના પબ્લિક રેડિયો SBSમાં ગુજરાતી ભાષામાં કાર્યરત  શ્રી સુધા મૂર્તિનાં પુસ્તકો ‘The Day I Stopped Drinking Milk’ અને ‘Three Thousand Stitches’ના અનુવાદ અનુક્રમે ‘માણસાઈની થાપણ’ અને ‘જીવનની વાત શીર્ષક’થી આર. આર. શેઠ દ્વારા પ્રકાશિત  સુઝાન અબુલહવાના પુસ્તક Mornings in Jeninનો ભાવાનુવાદ ‘જેનિનની સવાર’ શીર્ષકથી વિચાર વલોણું દ્વારા પ્રકાશિત  ઇરાનના કવિ ગેરુસ અબ્દોલમલેકિયાનનાં બે કાવ્યોના અનુવાદોનો ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત પુસ્તક ‘संगच्छध्वम्’માં સમાવેશ  પ્રવાસવર્ણન અને અન્ય લેખો જાણીતાં ગુજરાતી અખબાર ઉપરાંત વિવિધ સામયિકોમાં કૉલમ સ્વરૂપે પ્રકાશિત  આકાશવાણી, રાજકોટના સુગમસંગીતનાં માન્ય ગાયિકા  વાંચન, લેખન, અનુવાદ અને સંગીત ઉપરાંત નવાં નવાં લોકોને મળવાનો, જુદી જુદી સંસ્કૃતિ, દેશો, પરંપરા, પહેરવેશ ને ખાનપાન વિશે જાણવાનો શોખ  ભારતનાં અલગ અલગ રાજ્યો અને બીજા અલગ અલગ દેશોમાં રહેવા-ફરવાથી, પ્રકૃતિમાં શ્વસતા અવનવા જીવોની, અવનવાં લોકોની નજીક આવવાથી સહજપણે મળી જીવનને નવી રીતે જોવા-જાણવાની તક, જેનો પડઘો એટલે આ સઘળું.  jelamhardik@gmail.com પર એ હાજર

Showing the single result