અફાટ રણ, અગાધ જંગલ અને પડછંદ પહાડોને એકસાથે લઈને દરિયાને ખોળે રમતો આજનો ભર્યોભાદર્યો દેશ એટલે ઑસ્ટ્રેલિયા. આ ઑસ્ટ્રેલિયામાં લગભગ સાઠેક હજાર વર્ષ પહેલાંથી વસતાં હતાં કેટલીક આદિમજાતિનાં લોકો… કોણ હતાં એ? ક્યાંથી આવ્યાં હતાં? એવું કહેવાય છે કે નદીનાં મૂળ અને ઋષિનાં કૂળ ન શોધાય, તોય એમનાં મૂળ શોધવાનો પ્રયત્ન કર્યો છે મેં… કુદરતથી ભર્યુંભર્યું જીવતાં આ આદિમવાસીઓની ભૂમિ ઉપર ક્યારે ને કેવી રીતે આવી ચડ્યા યુરોપિયન્સ? શું સ્વીકાર્યા આદિમવાસીઓએ એ અજાણ્યા મહેમાનોને? અને જો સ્વીકાર્યા તો એ સ્વીકાર કેટલો સંઘર્ષ લઈને આવ્યો હશે કે આગળ જતાં એ યુરોપિયન મહેમાનો જ યજમાનો થઈ બેઠા..! ને તો પછી ઑસ્ટ્રેલિયા યુરોપિયન્સ કે માત્ર અંગ્રેજોનું થઈને જ કેમ ન રહ્યું? કેમ પહોંચી ત્યાં દુનિયાભરની રંગબેરંગી પ્રજા? ને ક્યારે ગુંજ્યા ત્યાં ગુજરાતી ગરબા?
બસ, આવા પ્રશ્નોના રસપ્રદ જવાબ મેળવવાની મારી મથામણનું પરિણામ એટલે આ પુસ્તક…
તો ચાલો, મારીએ એક ડૂબકી ઑસ્ટ્રેલિયાના ઈતિહાસમાં. બહાર નીકળશું ત્યારે હાથ ભરેલા હોય કે ન હોય, હૈયાં તો ભરેલાં જ હોવાનાં..






















Be the first to review “Dariyana Khola Ma”
You must be logged in to post a review.