11 Books / Date of Birth:-
09-05-1916 / Date of Death:-
22-11-1983
ઇશ્વર પેટલીકર ઉપનામથી ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમના સર્જનમાં સામાજીક સંસ્કૃતિ અને ઉત્થાનની વાતો જોવા મળે છે. તેમનો જન્મ ગુજરાતના ચરોતર પ્રદેશના પેટલાદ નજીક પેટલી ગામમાં થયો હતો. ૧૯૪૪ સુધી નેદરા અને સાણિયાદની શાળામાં શિક્ષણકાર્ય કર્યું અને ત્યાંથી સાહિત્યસર્જનનો આરંભ કર્યો હતો. આણંદથી પ્રકાશિત થતા ‘પાટીદાર’ અને ‘આર્યપ્રકાશ’નું સંપાદન તથા લગ્નસહાયક કેન્દ્રનું સંચાલન. તેમણે લોકનાદ, ગુજરાત સમાચાર, સંદેશ, સ્ત્રી, નિરીક્ષક વગેરે પત્રો-સામયિકોમાં સામાજિક અને રાજકીય વિષયો ઉપર નિયમિત કટારલેખન કરેલું. ૧૯૬૦ થી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા. તેઓ પત્રકારત્વની સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર વધુ સક્રિય બનેલા. ૧૯૬૧માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.