Chirag Thakkar 'Jay'
1 Book
છેલ્લા 7 વર્ષથી લેખક અને અનુવાદક તરીકે કામ કરતાં ચિરાગ ઠક્કર ‘જય’ એ અત્યાર સુધીમાં 100થી વધુ પુસ્તકોનો અનુવાદ કર્યો છે. જેમાં અશ્વિન સાંઘીની નવલકથાઓ ‘ધ રોઝેબલ લાઇન’ અને ‘ચાણક્યનો જાપ’ પણ શામેલ છે. તેમને 2017નાં શ્રેષ્ઠ અનુવાદ માટે ‘GLF Award’ અને 2013નાં શ્રેષ્ઠ વાર્તા લેખન માટે ગુજરાતી સાહિત્ય એકેડેમી (યુકે) દ્વારા 'ગજ્જર સ્મારક પારિતોષિક'થી સન્માનિત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના અનુવાદના કાર્યો બદલ તેમનું સન્માન કર્યું છે. તેઓ સ્ક્રીપ્ટ રાઇટર તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલા છે. ગુજરાતી ભાષાની સેવા માટે તેઓ ‘માતૃભાષા અભિયાન’ સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલા છે. તેમણે અમદાવાદથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક અને લંડનથી માસ કોમ્યુનિકેશનની ડિગ્રી મેળવી છે.