ચિમનલાલ ત્રિવેદીનો જન્મ પાટણ જિલ્લાના મુજપર ગામે થયો હતો. તેઓ મુખ્યત્વે અધ્યાપક, વિવેચક અને સંપાદક હતા. તેઓ 1996 માં ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ થયા હતા. 1993 માં ગુજરાતી સાહિત્ય પરિષદના કલક્તા અધિવેશનમાં વિવેચનસંશોધન વિભાગના અધ્યક્ષ, ઊર્મિકાવ્યો માટે ગુજરાત રાજ્ય પારિતોષિક, 'ભાવકાવ્યો' માટે ગુજરાતી સાહિત્ય અકાદમી ઍવોર્ડ વગેરે ઍવોર્ડ મળી ચૂક્યા છે.