5 Books / Date of Birth:-
01-01-1912 / Date of Death:-
18-11-1988
અનંતરાય રાવળ વિવેચક અને સંપાદક હતા. તેમનો જન્મ મોસાળ અમરેલીમાં. વતન સૌરાષ્ટ્રનું વલ્લભીપુર. 1932થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો રહ્યા પછી મુંબઈમાં ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે ત્રણેક માસ કામ કર્યું. ઑગસ્ટ 1934થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. એ પછી જામનગરની ડી. કે. વી. કૉલેજમાં દોઢેક વર્ષ આચાર્ય. ત્યારબાદ એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી. 1970માં ભાષાનિયામકપદેથી નિવૃત્ત. નિવૃત્તિ પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રાદ્યાપક તરીકે નિમાયા અને સાડા છ વર્ષ એ સ્થાને કામગીરી બજાવી, 1977માં ભાષાસાહિત્ય ભવનના અધ્યક્ષપદેશી નિવૃત્ત. ત્યારબાદ એમણે ગુજરાત સરકારના લૉ કમિશનમાં સભ્ય તરીકે સેવાઓ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના વડોદરામાં 1980માં મળેલા અધિવેશનના બિનહરીફ પ્રમુખ. 1955માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 1974નો સાહિત્ય અકાદમી દિલ્હીનો ઍવોર્ડ. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ચોથા ભાગનું સંપાદન એમણે ઉમાશંકર જોશી વગેરે સાથે કર્યું છે. છે