Vishal Bhadani
1 Book
વિશાલ ભાદાણી વિશાલ ભાદાણી – નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોલી સ્થાપિત લોકભારતી સણોસરાના વિદ્યાર્થી છે અને હાલ લોકભારતી યુનિ.ના પ્રો-વાઇસ ચાન્સેલર છે. એક અનુવાદક તરીકે તેમણે ધ્રુવ ભટ્ટ અને દર્શકનાં પુસ્તકોના અંગ્રેજી અનુવાદ કર્યા છે, તો યુવલ નોઆ હરારી અને પિટર ડિયામેન્ડીસના વિચારોને વાચકો સુધી પહોંચાડ્યા છે. ગાંધીવિચારને 21મી સદીમાં ઢાળવા માટે તેમણે ‘ગાંધીયન મેથડ્સ ટુ સસ્ટેનેબલ લીવિંગ ઍન્ડ હેપ્પીનેસ’ નામનો ગાંધીજી પરનો વિશ્વનો પ્રથમ ઑનલાઇન કોર્સ ડિઝાઇન કર્યો છે, જેમાં આજે 90 દેશના 1600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એમના રસના વિષયોમાં શિક્ષણ તેમજ માનવજીવન પર ટૅક્નૉલૉજીની કેવી અસરો થાય છે તેનો અભ્યાસ કરવાનો છે. તેમણે કેમ્બ્રીજ યુનિ. પ્રેસ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ માટે પાઠ્યપુસ્તકોનું લેખન અને અનુવાદનું કાર્ય કરેલ છે. તેમની YouTube ચૅનલ ‘સાયન્સ ઑફ લર્નિંગ’ પરના શિક્ષણવિષયક વીડિયો વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળાઓ માટે ખૂબ જ પ્રચલિત છે. વક્તા તરીકે તેમણે ગુજરાત અને ગુજરાત બહાર અનેક સંસ્થાઓમાં સેવાઓ આપી છે.

Showing the single result