
Urvashi Shrimali
1 Book
ઉર્વશી શ્રીમાળી જેમનું આ પહેલું પુસ્તક છે. ભલે પુસ્તક પહેલું હોય પણ તેમનો લેખનક્ષેત્ર સાથે નાતો જૂનો છે. જલસો મ્યુઝિક અને પૉડકાસ્ટ ઍપ સાથેનાં આઠ વર્ષમાં સતત સાતત્યપૂર્ણ ઑડિયો શો લખ્યા અને પોતાના જ અવાજમાં રજૂ પણ કર્યા છે. આપણી પૌરાણિક કથાઓ અને ઇતિહાસકથાઓ સાથે તો તેઓ સતત કામ કરતાં રહ્યાં છે. રેડિયો અને ત્યારબાદ નાટકથી ઉર્વશીએ પોતાની સફરની શરૂઆત કરી હતી, જે સફર આજે પ્રકાશિત પુસ્તક સુધી પહોંચી છે. જોકે આ પુસ્તક સુધી પહોંચવાની સફરમાં સૌથી વધુ સાથ તેમને મળ્યો છે સતત વાંચનનો. આજના ડિજિટલ સમયમાં જ્યારે બધા જ સમાચાર મોબાઇલની સ્ક્રીન પણ કે ટીવીમાં મળે છે એ સમયમાં પણ હજુ ઉર્વશીને છાપાં અને પુસ્તકો સાથે નાતો છે. ગુજરાતી ભાષા સાથે જલસોનાં વર્ષો દરમિયાન થયેલું જોડાણ અને વાર્તા કહેવાની કળા આ બંને મળીને ઉર્વશીને તેનો મૂળ સૂર આપે છે, જે આ પુસ્તકમાં પણ ઝિલાયો છે. કહેલી વાર્તાઓને લખવાની આપણે ત્યાં પરંપરા છે. આ પુસ્તક પણ એ જ પરંપરાનો છેડો છે.
મૂળ અમદાવાદનાં વતની ઉર્વશી શ્રીમાળી હાલ મુંબઈનિવાસી છે. ત્યાં રહીને પણ પોતાની ભાષા અને વાર્તાઓ સાથે સતત જોડાયેલાં રહેવા તેઓ કટિબદ્ધ છે.











