ગુજરાતી સાહિત્ય અને સંગીતમાં ખૂબ જાણીતું નામ એટલે તુષાર શુક્લ. અનેક લોકપ્રિય ગીતોના રચનાર આ કવિ ગીતકાર, લેખક, નાટ્યકાર, સ્ક્રીન રાઇટર, રેડિયો એન્કર અને અભિનેતા એવા અનેક આયમો સાથે જાણીતા છે. ગુજરાત યુનિવર્સિટીમાં જર્નાલિઝમ વિભાગના યુવા પ્રતિભાના માર્ગદર્શક છે. તેમનો જન્મ વઢવાણ, સુરેન્દ્રનગર ખાતે થયો હતો. તેમણે ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરેલ છે. તેમના પિતા દુર્ગેશ શુક્લ જાણીતા સાહિત્યકાર હતા, આકાશવાણી - અમદાવાદમાં લેખક, ઉદ્બોધક. આકાશવાણી રાજકોટના કેન્દ્ર નિયામક પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ. ચીમનભાઇ ત્રિવેદી, અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ, રમણલાલ જોશી તેમના સાહિત્યગુરુ. આકાશવાણી પર બહુ જ લોકપ્રિય કાર્યક્રમ ‘શાણાભાઇ - શકરાભાઇ‘ના સફળ સંચાલનથી કારકિર્દીનો આરંભ. મનજીભાઇ નામના લોકપ્રિય રેડીયો - પાત્રના સર્જક.