Tulsidas
1 Book
તુલસીદાસ કે ગોસ્વામી તુલસીદાસજી ભારતના જાણીતા સંત હતા. તેઓ રામચરિત માનસની રચના અને દોહાઓ માટે જાણીતા છે.
ઉત્તર પ્રદેશમાં પ્રયાગ નજીક ચિત્રકૂટ જિલ્લામા રાજાપુર નામે એક ગામ છે, તે ગામમાં આત્મારામ દૂબે નામનાં એક પ્રતિષ્ઠિત સરયૂપારીણ બ્રાહ્મણ રહેતા હતા. તેમની ધર્મપત્નીનું નામ હુલસી હતુ. વિક્રમ સંવત ૧૫૫૪ની શ્રાવણ શુકલ સપ્તમીના દિવસે અભુક્ત મૂલ નક્ષત્રમાં આ ભાગ્યવાન દંપતિને ત્યા તુલસીદાસજીનો જન્મ થયો હતો
તુલસીદાસજી હવે અસ્સીઘાટ પર રહવા લાગ્યાં. રાત્રે એક દિવસ કલિયુગ મૂર્તરૂપ ધારણકરી તેમની પાસે આવ્યો અને તેમને ત્રાસ દેવા લાગ્યો. ગોસ્વામીજીએ હનુમાનજીનું ધ્યાન કર્યું. હુનુમાનજીએ તેમને વિનય ના પદ રચવા કહ્યું; આથી ગોસ્વામીજીએ વિનય-પત્રિકા લખી અને ભગવાનના ચરણોંમાં તેને સમર્પિત કરી દીધી. શ્રીરામે તે પર પોતાના હસ્તાક્ષર કરી દીધા અને તુલસીદાસજીને નિર્ભય કરી દીધા સંવત ૧૬૮૦ના શ્રાવણ વદ તૃતીયા શનિવારે ગોસ્વામીજીએ રામ-રામ કહતા પોતાનું શરીર પરિત્યાગ કર્યું