Sumant Raval
1 Book / Date of Birth:-
14-11-1945
સુમંત રાવલ ગુજરાતી લેખક હતા. તેમનું ઉપનામ ‘નિખાલસ’ હતું. તેમનો જન્મ પાળિયાદ (બોટાદ) ખાતે થયો હતો. તેમણે 1962માં એસ.એસ.સી અને 1968માં બી. એ. (સ્પે. ગુજરાતી) કર્યું હતું. તેઓ લીંબડી તાલુકામાં વિકાસ અધિકારી તરીકે કાર્યરત હતા. તેમની પ્રથમ પ્રકાશિત કૃતિ “બૂટમાં ડંખતી એક ખીલી” સામયિક ચાંદનીમાં પ્રસિદ્ધ થઈ હતી. તેઓ શિવામ્બુ સેવનમાં વિશ્વાસ ધરાવતા હતા. તેમની વાર્તાઓનું આકાશવાણી પરથી પ્રસારણ થયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેઓ પુરસ્કૃત હતા.