3 Books / Date of Birth:-
24-11-1938 / Date of Death:-
03-07-2017
સ્પેન્સર જૉહ્નસન, એમ.ડી. વિશ્વમાં આદરણીય વિચાર અને લોકપ્રિય લેખક તરીકે જાણીતા છે. તેમનાં આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલિંગ પુસ્તકોમાં પરિવર્તનના નિયમ અંગેનું સૌથી વધુ વંચાતું પુસ્તક ‘હૂ મૂવ્ડ માય ચીઝ ?’ છે. ઉપરાંત બે દાયકા કરતાં વધુ સમયથી વિશ્વની સૌથી લોકપ્રિય મૅનેજમૅન્ટ પદ્ધતિ શીખવતું પુસ્તક ‘ધ વન મિનિટ મૅનેજર’ છે. ડૉ. જૉહ્નસનનો પરિચય આપતાં કહેવામાં આવે છે કે, તેઓ જટિલ વિષયો હાથમાં લે છે અને તેના અત્યંત સરળ અને વ્યવહારુ ઉકેલ આપે છે.તેમણે બી.એ. સાયકૉલૉજીનો અભ્યાસ યુનિવર્સિટી ઑફ સધર્ન કેલિફોર્નિયા, એમ.ડી.ની ડિગ્રી રૉયલ કૉલેજ ઑફ સર્જન્સમાંથી અને મેડિકલ ક્લર્કશિપ્સ માયો ક્લિનિક તેમ જ હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાંથી મેળવી હતી. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ખાતે લીડરશિપ ફૅલો તરીકે પણ સેવા આપી હતી.એસોસિયેટેડ પ્રેસ, બીબીસી, સીએનએન, ફોર્ચ્યુન મૅગેઝિન, ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ, ટુડે શૉ, ટાઇમ મૅગેઝિન, યુ.એસ.એ. ટુડે તેમ જ યુનાઇટેડ પ્રેસ સહિત અનેક માધ્યમોએ તેમની કામગીરીની નોંધ લીધી છે.વ્યક્તિઓ અને સંસ્થાઓને પરિવર્તન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરનાર કંપની સ્પેન્સર જૉહ્નસન પાર્ટનર્સના તેઓ ચૅરમૅન છે. હૂ મૂવ્ડ માય ચીઝ ? પુસ્તક માટે તેમને 2004નો ટેલિ ઍવૉર્ડ પણ મળ્યો હતો. સ્પેન્સર જૉહ્નસનનાં પુસ્તકોની વિશ્વમાં 42 કરતાં વધુ ભાષાઓમાં ચાર કરોડ કરતાં વધુ નકલો વેચાઈ ચૂકી છે.