શિવાની વર્મા, બ્રહ્માકુમારી શિવાની, સિસ્ટર શિવાની, અથવા બી કે શિવાની તરીકે ઓળખાય છે, તેઓ ભારતના બ્રહ્માકુમારીઓના આધ્યાત્મિક ચળવળના શિક્ષક છે. તેમનો જન્મ પુણેમાં થયો હતો. તેમના બાળપણમાં જ માતાપિતાએ બ્રહ્માકુમારીઓને અનુસરવાનું શરૂ કર્યું. અંગદાનના પ્રોત્સાહનથી લઈને વાલીપણા સુધીનાં કાર્યક્રમો માટે તેઓ વિશ્વ પ્રવાસ કરે છે. બ્રહ્માકુમારીના સામાજિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને 2017 માં તેમણે વર્લ્ડ સાઇકિયાટ્રિક એસોસિયેશનની શુભેચ્છા રાજદૂત તરીકે નામ આપવામાં આવ્યું હતું. તેઓને એસોચેમ લેડિઝ લીગ દ્વારા 2014 માં ‘વુમન ઑફ ધ ડિકેડ એચીવર્સ એવોર્ડ’ અને 2018 માં ‘નારી શક્તિ એવોર્ડ’ મળ્યો હતો.