રવિન્દ્ર પારેખ ગુજરાતી ટૂંકી વાર્તા લેખક, નવલકથાકાર, નાટ્યકાર, કવિ, વિવેચક અને અનુવાદક છે. તેમનો જન્મ કલવાડા (વલસાડ)માં થયો હતો. તેઓ 1969માં રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં બી.એસ.સી થયા હતા. 1977માં ગુજરાતી ભાષા અને માનસશાસ્ત્રમાં બી.એ તેમજ 1979માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી. ની પદવીઓ મેળવી. નિવૃત્તિ પહેલાં તેઓ યુનિયન બેંક ઑફ ઇન્ડિયામાં કાર્ય કરતા હતા. તેમની કૃતિ ‘સ્વપ્નવટો’ને ઉમાશંકર જોશી પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું જ્યારે ‘પર્યાય’ને સરોજ પાઠક મેમોરિયલ પારિતોષિક મળ્યું હતું. તેમનો પુત્ર ધ્વનિલ પારેખ પણ કવિ અને લેખક છે.