Pramod Kapoor
2 Books
1978માં સ્થાપિત ‘રૉલી બુક્સ’ સ્થાપક અને પ્રકાશક પ્રમોદ કપૂર ફોટોગ્રાફીના નિષ્ણાત ગણાય છે. ફોટોગ્રાફી અને કલાના ક્ષેત્રમાં તેઓનો વિશેષ રસ રહ્યો છે. આ તેજસ્વી પ્રતિભાને કારણે તેમણે પ્રકાશિત કરેલાં પુસ્તકોથી તેઓ પ્રકાશનવિશ્વમાં ક્રાંતિ લાવી શક્યા છે. તેમણે પ્રકાશિત કરેલાં `Then and Now' શ્રેણી, ‘Made for Maharajas’ અને ‘New Delhi: The Making of a Capital’ જેવાં અનેક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પુસ્તકો લોકપ્રિયતા પામ્યાં છે. ભારતીય પ્રકાશનવિશ્વને નવી દિશા આપવાના અનોખા યોગદાન માટે ફ્રાન્સના સર્વોચ્ચ પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘નાઇટ ઑફ ધ લીજન ઑફ ઓનર’થી તેમને સન્માનવામાં આવ્યા છે. આ પુસ્તક ગાંધીએક સચિત્ર જીવનકથા તેમનું પ્રથમ પુસ્તક છે. અનેક વર્ષોની મહેનત અને સખત સંશોધન પર આધારિત આ પુસ્તક તેમના હૃદયની નજીક છે. ભવિષ્યની પેઢીઓ માટે ગાંધીની પ્રતિભા સહજ અને સુલભ રીતે પહોંચી શકે એ માટે તેઓ સમર્પિત છે. આ પુસ્તક અંગ્રેજી, હિન્દી, મરાઠી, ફ્રેંચ, રશિયન, ઇટાલિયન, જર્મન, ડચ, પોર્ટુગિઝ સહિત વિશ્વની અનેક ભાષાઓમાં પ્રકાશિત થઈ ચૂક્યું છે.

Showing all 2 results