Pearl Buck
1 Book / Date of Birth:-
26-06-1892 / Date of Death:-
06-03-1973
પર્લ બક જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં.1932માં તેમને એનાયત થયેલ ‘પુલિત્ઝર પ્રાઇઝ’ બાદ આ અમેરિકન લેખિકા 1938માં નોબેલ પ્રાઇઝનાં વિજેતા બન્યાં. ચીનના લોકજીવનને સહાનુભૂતિપૂર્વક વર્ણવતાં એમનાં પુસ્તકોએ એમને ઘણો મોટો યશ તથા ખ્યાતિ અપાવ્યાં. એશિયા અને પશ્ચિમની પ્રજાઓ એકમેકને વધારે સારી રીતે સમજી શકે એ પ્રકારનો અનુરોધ તથા એને પ્રેરતું આલેખન એમની કૃતિઓમાં મહદંશે જોવા મળે છે.