હેલ્થ ક્ષેત્રે નમિતા જૈનની કારકિર્દી પચીસ વર્ષથી પણ વધુ સમયની છે. વેલનેસ એક્સપર્ટ તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે. તેમણે ઘણા બેસ્ટસેલર પુસ્તકો લખ્યાં છે. તેઓ બૉમ્બે હોસ્પિટલમાં ક્લિનિકલ વેલનેસ એક્સપર્ટ તરીકે સલાહ આપે છે. અહીં તેઓ આહાર, વ્યાયામ, અને જીવનશૈલી પર વન બાય વન તેમજ જૂથ સત્રોનું આયોજન કરે છે. નમિતા જૈન ફેમિના મિસ ઈન્ડિયા 2012ની ન્યુટ્રિશન પાર્ટનર રહી ચૂક્યા છે. તેઓ હેલ્થ કૂકરી પ્રોગ્રામ ‘હેલ્થ માંગે મોર’માં ન્યુટ્રિશન એક્સપર્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમના વ્યસ્ત શિડ્યુલ હોવા છતાં તેઓએ એરોબિક્સ, યોગ, પિલેટ્સ, સ્ટેપ વર્કઆઉટનાં તાલીમ વર્ગો રાખવાનું ચાલુ રાખ્યું છે. તેમની કંપની ‘Live Active’, અને તેમની બ્રાન્ડ ‘Jaldi Fit’, આરોગ્ય અને જીવનશૈલીના ઉત્પાદનો અને સેવાઓમાં ઝડપથી લોકપ્રિય બની ગઈ છે.