મણિલાલ હ.પટેલ ગુજરાતી કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક છે. તેમનો જન્મ લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લામાં થયો હતો. 1979માં ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ વિષય પર Ph.D. ની પદવીઓ મેળવી. 1973 થી 1987 સુધી આર્ટ્સ-કૉમર્સ કૉલેજ ઇડરમાં ગુજરાતીનું અધ્યાપનકાર્ય અને 1987માં સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગ સાથે રીડર તરીકે જોડાયા. બાદમાં તેમણે પ્રાધ્યાપક તરીકે અને વિભાગના અધ્યક્ષ તરીકે પદોન્નતિ મેળવી. 2012માં તેઓ નિવૃત્ત થયા. ગુજરાતી સાહિત્યમાં તેમના પ્રદાન બદલ તેઓને 1994-95નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક તથા 2007માં ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત થયેલાં છે.