વ્યક્તિગત વિકાસ ક્ષેત્રના અગ્રણી લેસ ગિબ્લિનનો જન્મ આયોવાના સીડર રેપિડ્સમાં થયો હતો. સૈન્યમાં ફરજ બજાવ્યા પછી ગિબ્લિનએ 1946 માં શેફર પેન કંપની સાથે સેલ્સમેનની નોકરી શરૂ કરી. સેલ્સમેન તરીકેની તેમની સફળ કારકિર્દીએ તેમને માનવ પ્રકૃતિના પ્રખર નિરીક્ષક બનાવ્યા. તેમણે બેસ્ટ નેશનલ સેલ્સમેન તરીકે બે ઍવોર્ડ પણ મેળવ્યા. તેમની સેલ્સ કરિયર વિશે વાત કરતા, ગિબ્લિને 1968 માં તેમની ક્લાસિક બુક ‘સ્કિલ વિથ પીપલ’ પબ્લિશ કરી. અને સાથે સાથે મોબિલ, જનરલ ઇલેક્ટ્રિક, જહોનસન અને જહોનસન, કેટરપિલર વગેરે કંપનીઝ્ અને ગ્રૂપ્સ માટે અગણિત સેમિનાર યોજવાનું શરૂ કર્યું.