16 Books / Date of Birth:-
12-12-1935 / Date of Death:-
04-04-2021
ખલીલ ધનતેજવી (મૂળ નામ: ખલીલ ઇસ્માઇલ મકરાણી) પત્રકાર, નવલકથાકાર, ફિલ્મકાર, સહિતની અનેક ઓળખ ધરાવતા ખલીલ ધનતેજવી એમની ગઝલો દ્વારા લોકપ્રિયતાના શિખર પર પહોંચ્યા.તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં થયો હતો. તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું.ખલીલ ધનતેજવીની આત્મકથાનું નામ 'સોગંદનામું' છે.તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.