Keyur Parikh (Dr.)
1 Book
૧૯૫૮માં પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયા ખાતે જન્મેલા ડૉ. કેયૂર પરીખે પોતાની શૈક્ષણિક કારકિર્દીનો આરંભ અમદાવાદની શ્રીમતી એન. એચ. એલ. મ્યુનિસિપલ મેડિકલ કૉલેજના વિદ્યાર્થી તરીકે કરેલો અને ઈન્ટરનલ મેડિસિનમાં ઇન્ટર્નશિપ કરી USA માં ક્લિવલૅન્ડ ખાતે કેસ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં તેમજ લોસ એન્જલસના યુનિવર્સિટી ઑફ સધર્ન કેલિફોર્નિયા મેડિકલ સેન્ટરમાં અને ત્યાંના કાઇઝર મેડિકલ સેન્ટર ખાતે કાર્ડિયોવેસ્ક્યુલરની ફેલોશિપ પણ મેળવી. સાનફ્લન્સિસ્કોના ફ્રીમોન્ટ ખાતે સ્થાયી થયા બાદ તેઓ વોશિંગ્ટન હોસ્પિટલ સાથે જોડાયા અને સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાં પણ સેવા આપી. તેમણે કરેલા કેટલાક મહત્વનનાં સંશોધનોને આંતરરાષ્ટ્રીય પ્રકાશન સંસ્થાઓએ પ્રકાશિત કરીને એની ઉપયોગિતા પ્રસ્થાપિત કરી છે. USAમાં એક સફળ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ તરીકેની ઝળહળતી કારકિર્દી બાદ તેઓ માત્ર વતનપ્રેમ ખાતર ૧૯૯૫માં ભારત આવીને સ્થાયી થયા.ક્લિનિકલ ક્ષેત્રમાં કેયૂરભાઈના નોંધપાત્ર યોગદાન બદલ અને ભારત જેવા વિકાસશીલ દેશમાં કાર્ડિયોલોજી ક્ષેત્રે કેળવણીનો ઉમદા પ્રચાર કરવા બદલ USA ની અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયોલૉજીએ તેમને ‘ઈન્ટરનેશનલ સર્વિસ ઍવૉર્ડ’ ૨૦૦૪ થી સન્માનિત કર્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ‘ડૉ. કે. શરણ કાર્ડિયોલોજી ઍવૉર્ડ' (૨૦૧૦) તથા ઇન્ટરનેશનલ એકેડેમી ઑફ કાર્ડિયોવાસ્કુલ૨ સાયન્સિસ કેનેડા દ્વારા ‘લાઇફ ટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ ઇન કાર્ડિયોવાસ્કુલર સાયન્સ, મેડિસીન અને સર્જરી' (૨૦૧૦)થી તેમને સન્માનવામાં આવ્યા છે. ઉપરાંત ચિકિત્સા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન અને સેવાકીય કાર્યો માટે ‘ગુજરાતના ૧૦૦ રત્નો' ૨૦૧૦માં પણ તેમનો સમાવેશ કરાયો છે. ગુજરાતના સિનિયર મોસ્ટ કાર્ડિયોલોજિસ્ટ તરીકે ડૉ. કેયૂર પરીખ સીમ્સ(CIMS) હોસ્પિટલ અમદાવાદ ખાતે સેવાઓ આપી રહ્યા છે.