ડૉ. કૅન બ્લેન્ચર્ડ, આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લેખક, શિક્ષણશાસ્ત્રી, વક્તા અને સલાહકાર. તેમના મિત્રો, સાથીદારો અને ગ્રાહકોમાં, વર્તમાન વેપારી દુનિયામાં સ્પષ્ટ, શક્તિશાળી અને લાગણીશીલ વ્યક્તિ તરીકે જાણીતા છે.કૅન વિશ્વવ્યાપી આદર પામેલા લેખક છે. તેમના સર્વકાલીન બેસ્ટસેલર્સ પુસ્તકમાં ‘રેશવગ ફેન્સ’, ‘ગંગ હો!’ અને ‘વ્હેલ ડન!’ સામેલ છે. કૅન ‘ધ કૅન બ્લેન્ચર્ડ કંપનીઝ’ના ચીફ સ્પિરિચ્યુઅલ લીડર છે. ધ કૅન બ્લેન્ચર્ડ કંપનીઝ આંતરરાષ્ટ્રીય સ્તરની મૅનેજમૅન્ટ ટ્રેનિંગ અને કન્સલ્ટિંગ કંપની છે. કૅન કોર્નેલ યુનિવર્સિટીમાં વીઝીટીંગ લૅક્ચરર છે, જ્યાં તેઓ બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝના સભ્ય છે. ધ સેન્ટર ફોર ફેઈથવૉક લીડરશિપના કૅન સહસ્થાપક છે. આ સેન્ટર લોકોમાં નેતૃત્વક્ષમતા કેળવવા પ્રતિબદ્ધ છે.