જ્હૉન સી. મૅક્સવેલ, જે અમેરિકાના નેતૃત્વના નિષ્ણાત તરીકે જાણીતા છે, તેઓ દર વર્ષે હજારો લોકો સાથે રૂબરૂમાં વાત કરે છે. તેમણે ફોર્ચ્યુન 500 કંપનીઓ, વેસ્ટ પોઇન્ટ ખાતેની યુનાઇટેડ સ્ટેટ્સ મિલિટરી ઍકેડેમી અને NCAA, NBA અને NFL જેવી રમતગમત સંસ્થાઓને તેમના નેતૃત્વના સિદ્ધાંતોનો સંચાર કર્યો છે.
મૅક્સવેલ મેક્સિમમ ઇમ્પેક્ટ સહિત અનેક સંસ્થાઓના સ્થાપક છે, જે લોકોને તેમની નેતૃત્વ ક્ષમતા સુધી પહોંચવામાં મદદ કરવા માટે સમર્પિત છે. તે ચાલીસથી વધુ પુસ્તકોના લેખક છે, જેમાં આ પુસ્તકની 10 લાખથી વધુ નકલો વેચાઈ છે.
જ્હૉન સી. મૅક્સવેલ વિશે વધુ જાણવા માટે, www.maximumimpact.comની મુલાકાત લો.