16 Books / Date of Birth:-
06-07-1905 / Date of Death:-
28-04-2004
જીવરામ ભવાનીશંકર જોષી ગુજરાતી બાળસાહિત્યકાર હતા. તેમનો જન્મ અમરેલી જિલ્લાના ગરણી ગામે થયો હતો. ઘણો સમય સ્વાતંત્ર્ય-સત્યાગ્રહની ચળવળમાં ગાળ્યો અને ત્યારબાદ બાળસાહિત્યના લેખનને અપનાવ્યું. તેઓ ગુજરાત સમાચારના બાળસાપ્તાહિક ઝગમગના તંત્રી હતા.તેમણે બાળસાહિત્યના વિપુલ સર્જન સાથે બાલમાનસમાં રમતાં થઈ જાય તેવાં કાલ્પનિક પાત્રો પણ આપ્યાં છે. તેમની ‘તભા ભટ્ટ’, ‘રાણી ચતુરા’ અને ‘રાજા વિક્રમ’ વાર્તાઓ લોકપ્રિય છે. તેમની વાર્તાઓ ‘છકો મકો’ (૧૯૬૩) અને ‘પાણીદાર મોતી’ (૧૯૬૫)નું તેમણે નાટ્યરૂપાંતરણ કર્યું હતું.‘અડુકિયો દડુકિયો’ અને ‘ગલુ જાદુગર’ પરથી ૨૦૦૮માં ગુજરાતી ચલચિત્ર બન્યું હતું. મિયાં ફૂસકી પાત્રનું નાટકો, ટેલિવિઝન ધારાવાહિક અને ચલચિત્રમાં રૂપાંતર થયેલું છે.