બિસ્વરૂપ રૉય ચૌધરી માનવમગજ અને ગ્રહણ કરવાની રીતોના (જે પ્રાચીન અને આધુનિક તથા વૈજ્ઞાનિક ‘કી ટેક્નિક ઑફ મેમરી' (KEY TECHNIQUE OF MEMORYનું મિશ્રણ છે.) ભારતના અગ્રણી નિષ્ણાત છે. પોતાની અસાધારણ યાદશક્તિ સંબંધી કુશળતાઓ અને સ્મરણના વિકાસના કારણે તેમણે વ્યક્તિઓને શિક્ષિત કરવાની યોગ્યતા માટે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં રાષ્ટ્રીય યાદશક્તિ રેકોર્ડની સાથોસાથ તેઓને ગીનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી પ્રસંશાપત્ર પણ પ્રાપ્ત કરેલો છે. હાલ તેઓ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના મેમરી કન્સલ્ટન્ટ છે. તેઓ ‘ડાયનેમિક મેમરી પ્રોગ્રામ'ના સ્થાપક પણ છે. વિદ્યાર્થીઓ તેમજ કોર્પોરેટ કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓને યાદશક્તિ વધારવા માટે પણ તેઓ માર્ગદર્શન આપે છે.