1939માં ઘાનાના તાકોરાડીમાં જન્મેલા આર્મ્ડ શાળાનું શિક્ષણ આચીમોટ અને પ્રોટોનમાં પૂરું કરે છે અને ઉચ્ચશિક્ષણ હાર્વર્ડ યુનિવર્સિટીમાં, ઘાનાના માટે તેમણે સ્ક્રિપ્ટરાઇટર તરીકેની કામગીરી પણ કરી છે. પૅરિસથી ટેલિવિઝન પ્રકાશિત થતા ‘જૂન આફ્રિકા’ સામયિકમાં ભાષાંતરકાર અને તંત્રી તરીકેની કામગીરી પણ તેમણે બજાવી છે. અમેરિકા અને તાન્ઝાનિયામાં તેમણે થોડા વખત સુધી નિવાસ કર્યો છે. પ્રારંભે લિસોથો યુનિવર્સિટી સાથે અને હાલ વિસ્કોનસીન યુનિવર્સિટીમાં તેઓ સંકળાયેલા રહ્યા છે. 'ફ્રેગ્મેન્ટ્સ’, ‘વાય આર વી સો બ્લૅસેડ?’, ‘ટુ થાઉઝન્ડ સીઝન્સ’ અને ‘ધ હીલર્સ' જેવી પ્રયોગશીલ નવલકથાઓ પણ તેમણે આપી છે.