Arunima Sinha
1 Book / Date of Birth:-
20-07-1988
અરુણિમા સિંહા એ ભારતની ભૂતપૂર્વ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી છે અને એવરેસ્ટ શિખર પર પહોંચનાર પહેલી ભારતીય દિવ્યાંગ છે. સિક્યુરિટી ફોર્સમાં (CISF) 2012 થી હેડ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે. 12 એપ્રિલ 2011 ના રોજ, કેટલાક ગુનેગારોએ અરુણીમાને લખનૌથી દેહરાદૂન તરફ જતા હતા ત્યારે તેની બેગ અને સોનાની ચેન ખેંચવાની કોશિશમાં બરેલી નજીક પદ્માવતી એક્સપ્રેસમાંથી બહાર ફેંકી દીધા હતા, જેના કારણે તેણીએ તેનો એક પગ ગુમાવ્યો હતો, છતાંપણ અરુણીમાએ આશ્ચર્યજનક જીવન બતાવતા, 21 મે, 2013 ના રોજ, વિશ્વનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરીને નવો ઇતિહાસ રચ્યો હતો, તે આવું કરનારી પ્રથમ વિકલાંગ ભારતીય મહિલા હોવાનો રેકોર્ડ બનાવ્યો છે. ટ્રેન અકસ્માત પૂર્વે, તેમણે અનેક રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રાજ્યની વોલીબોલ અને ફૂટબોલ ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2015 માં તેઓ પદ્મશ્રીથી સન્માનિત થયા.