અંકિત ત્રિવેદી ગુજરાતી કવિ, લેખક, કટારલેખક છે. તેમના મુખ્ય સર્જનમાં ‘ગઝલપૂર્વક’ અને ‘ગીતપૂર્વક’નો સમાવેશ થાય છે. ગુજરાતી ગઝલમાં તેમના યોગદાન માટે ઇન્ડિયન નૅશનલ થિએટર તરફથી 2008માં તેમને ‘શયદા પુરસ્કાર’ મળ્યો હતો. તેમને ‘તખ્તસિંહ પરમાર પુરસ્કાર’ અને ‘યુવા ગૌરવ પુરસ્કાર’ પણ મળ્યા છે. તેમણે 2006 - 07 દરમિયાન ગુજરાતી ગઝલ સામયિક ‘ગઝલવિશ્વ’નું સંપાદન કર્યું હતું.
તેમનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો. શાળાજીવન અમદાવાદ ખાતે કર્યા બાદ તેમણે વાણિજ્યમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.
‘મૈત્રીવિશ્વ’ તેમનો નિબંધ સંગ્રહ છે.