ઉદયન ઠક્કર કવિ, લેખક અને અનુવાદક છે. ‘એકાવન’ (1987) એ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે, જેના માટે તેમને ‘જયંત પાઠક પુરસ્કાર’ મળ્યો હતો. ‘સેલ્લારા (2003) એ તેમનો બીજો કાવ્યસંગ્રહ છે, જેને ‘ઉશનસ્ પુરસ્કાર’ (2002-03) એનાયત કરાવામાં આવ્યો હતો. તેઓ ઑનલાઇન કવિતા પૉર્ટલ ‘પૉએટ્રી ઇન્ડિયા’ના સંપાદક છે.
તેમનો જન્મ મુંબઈ ખાતે કરસનદાસ અને શાંતિબેનને ત્યાં થયો હતો. તેમના દાદા કચ્છના વતની હતા. તેમણે તેમના પ્રાથમિક શિક્ષણ દરમિયાન કવિતાઓ લખવાનું શરૂ કર્યું.
તેઓ ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ અને કૉસ્ટ ઍકાઉન્ટન્ટની પદવીઓ ધરાવે છે. 1974માં તેમની કૃતિ ‘કવિતા’ પહેલી વખત એક દ્વિમાસિક ગુજરાતી જર્નલમાં પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ, તેમની કવિતાઓ ‘શબ્દસૃષ્ટિ’, ‘કવિલોક’, ‘એતદ્’, ‘સમીપે’, ‘ગઝલવિશ્વ’ અને ‘નવનીત સમર્પણ’ સહિત અનેક ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત થઈ છે.
તેમની કવિતાઓનો જાપાની અને અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો છે, અને એક પુસ્તક તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો છે. બાળસાહિત્યની તેમની કૃતિઓમાં ‘એન મિલાકે તેન મિલાકે છૂ’, ‘તાક ધિના ધીન’ અને ‘હાક છી હિપ્પો’ શામેલ છે.
Social Links:-
“Hak Chhi Hippo” has been added to your cart. View cart