Anirban Ganguly
1 Book
ડૉ. અનિર્બાન(અનિર્વણ) ગાંગુલી, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન (એસપીએમઆરએફ) ના ડિરેક્ટર છે. ભાજપના પુસ્તકાલય અને પ્રલેખન વિભાગના રાષ્ટ્રીય સહ-સંયોજક અને પક્ષના નીતિ સંશોધન વિભાગના સભ્ય છે. તેમણે જાહેર નીતિ, રાજકીય સંશોધન અને વિચારધારાને લગતા મુદ્દાઓ પર બહોળા પ્રમાણમાં કામ કર્યું છે. ડૉ. ગાંગુલી ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, રાજકારણ અને સંસ્કૃતિમાં પણ જાણકાર છે અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના, કેન્દ્રીય સલાહકાર મંડળ (સીએબીઈ)ના સભ્ય છે ઓરોવિલે ફાઉન્ડેશન (એમએચઆરડી)ના સંચાલક મંડળ અને વિશ્વ ભારતી સંસદ (કોટ), શાંતિનિકેતનના સભ્ય પણ છે. ૨૦૧૦ થી ૨૦૧૩ની વચ્ચે, ડૉ. ગાંગુલી નવી દિલ્હીના વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (વીઆઇએફ)માં રિસર્ચ ફેલો તરીકે કાર્યરત હતા. ડૉ. ગાંગુલીએ પ્રારંભિક શિક્ષણ શ્રી અરબિન્દો (શ્રી અરવિન્દ) આશ્રમ, પુડુચેરીથી મેળવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર ડિગ્રી, માસ કૉમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં અનુસ્નાતક ડિપ્લોમા અને કોલકાતાના જાદવપુર યુનિવર્સિટીમાંથી શિક્ષાના વિષયમાં પીએચ.ડી. કરી છે. ડૉ. ગાંગુલીનાં પુસ્તકો, સેલ્યુલર જેલ : પિલગ્રીમેશન ધ ફ્રીડમ (નજીકમાં પ્રકાશ્ય), મેકિંગ ઑફ ન્યૂ ઇન્ડિયા: ટ્રાન્સફોર્મેશન અંડર મોદી ગવર્નમેન્ટ(૨૦૧૮), શ્યામાપ્રસાદ મુખર્જી : હિઝ વિઝન ઑફ એજ્યુકેશન (૨૦૧૭), ધ મોદી ડોક્ટ્રીન-ન્યૂ પેરાડાઇમ્સ ઇન ફોરેન પૉલિસી (૨૦૧૬), રેડીફાઇનિંગ ગવર્નસ : એસેજ ઑન વન યર ઑફ નરેન્દ્ર મોદી ગવર્નમેન્ટ (૨૦૧૫), સ્વામી વિવેકાનંદ, બુદ્ધ અને બુદ્ધિઝમ (૨૦૧૪), ડિબેટિંગ ક્લચર (૨૦૧૩), એજ્યુકેશન : ફિલૉસોફી એન્ડ પ્રેક્ટિસીસ(૨૦૧૧)નું લેખન, સંપાદન અને સહસંપાદન કર્યું છે. તે ઘણાં અંગ્રેજી દૈનિક સમાચારપત્રો સાથે એક નિયમિત સ્તંભકાર પણ છે.

Showing the single result