Lekhajokha

Select format

In stock

Qty

ભાગવતના અષ્ટમ સ્કંધમાં મત્સ્યાવતારની કથા આવે છે. કૃતમાલા નદીમાં જળતર્પણ કરતાં રાજા સત્યવ્રતના હાથમાં એક માછલી આવી; તેણે કમંડળમાં મૂકી દીધી. માછલી રાતોરાત મોટી થતાં તેને કૂંડીમાં મૂકી. માછલીને વધતી જતી જોઈને તેને સરોવરમાં મૂકી, ત્યાંય ન સમાઈ ત્યારે સમુદ્રમાં મૂકવી પડી. ભાવકનું કર્તવ્ય છે કે તે મહાસાગરના મત્સ્યને ગ્રહણ કરવા નીકળે ત્યારે તેના હાથમાં કમંડળ ન હોય, અને કવિનું કર્તવ્ય છે કે સમદરપેટા ભાવકની આગળ ક્ષુદ્ર માછલી ધરીને તેને ભોંઠો ન પાડે.
*
ઓગણીસમી સદીના મધ્યમાં અમેરિકન કવિ વોલ્ટ વ્હિટમેને અને ફ્રેંચ કવિ બોદલેરે અછાંદસ કાવ્યો રચવાની શરૂઆત કરી હતી. તેને સૈકો વીત્યા પછી પણ, અસાધારણ છંદકૌશલ્ય દાખવનાર રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત ઇત્યાદિએ ગુજરાતી અછાંદસની ભોંય ભાંગવાનું કાર્ય તો ગુલામમોહમ્મદ શેખ અને અન્યો માટે જ રહેવા દીધું હતું.
*
આપણે વેણીભાઈ પુરોહિતનાં કાવ્યકુસુમોથી ખોબો ભરીને વાગ્દેવીને અર્ઘ્ય ચડાવી શકીએ, પણ વાગ્દેવીની વેણી ગૂંથવાની હોય, તો કુસુમો ઓછાં પડે.
*
ઈ.સ.પૂર્વે ૨૯ની આસપાસ લૅટિન કવિ વર્જિલે ખેતરની સંભાળ કેમ રાખવી તે સમજાવતું `જ્યોર્જિક્સ’ નામે લાંબું કાવ્ય રચ્યું હતું. ત્યાર પછી અન્ય કવિઓએ શેરડી કેમ ઉગાડવી, ઘેટાંબકરાં કેમ ઉછેરવાં વગેરે સમજાવતાં કાવ્યો રચ્યાં હતાં. ધર્મપ્રચાર, રાજાની પ્રશંસા, ઘેટાંઉછેર, ખેતી —કેવાં કેવાં કાર્યો માટે કવિતાને જોતરવામાં આવી છે! સિતારમાંથી તારેતારને છૂટા પાડી, ઉપર લૂગડાં સુકવાય, તો સિતાર ઉપયોગમાં આવી એમ કહી શકાય, પણ શું આને માટે સિતારનું સર્જન થયું છે?

Weight0.2 kg
Dimensions1 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Lekhajokha”

Additional Details

ISBN: 9788119132942

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 170

Dimension: 1 × 5.5 × 8.5 in

Weight: 0.2 kg

ઉદયન ઠક્કર કવિ, લેખક અને અનુવાદક છે. ‘એકાવન’ (1987) એ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે, જેના માટે તેમને ‘જયંત પાઠક પુરસ્કાર’ મળ્યો હતો. ‘સેલ્લારા (2003) એ… Read More

Additional Details

ISBN: 9788119132942

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 170

Dimension: 1 × 5.5 × 8.5 in

Weight: 0.2 kg