Vimmy Vishnu Chevali
1 Book
વિમ્મી વિષ્ણુ ચેવલી નવોદિત લેખિકા છે, જેઓ સુરતનાં નિવાસી છે. તેઓ આમ તો બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશનમાં સ્નાતક થયાં છે, પણ બાળપણથી જ વડીલો દ્વારા વાંચનનો શોખ વારસામાં મળ્યો હોવાના કારણે પુસ્તકાલયનું સાંપ્રત સમય સુધી વ્યસન છે એવું કહેવું જરાય અનુચિત નથી. બાળપણમાં સાંભળેલી પૌરાણિક કથાઓ સાંભળતાં સાંભળતાં ઉંમરના તબક્કા પ્રમાણે ઉત્તમ સાહિત્યિક કૃતિઓનો પરિચય થયો અને તે દ્વારા તેઓને પણ લખવાની પ્રેરણા મળી. દીકરો ઋતાંશ દીકરી પર્ણવી બંને નાનાં હોવાં છતાં પરિવારજનોના સાથ-સહકારથી તેઓએ આ પુસ્તક પૂર્ણ કર્યું. લેખિકાના નાનપણથી મનપસંદ પૌરાણિક પાત્રો શ્રીકૃષ્ણ અને શિવજી બે જ રહ્યાં છે. તેમની આસપાસનાં અનેક રહસ્યો અને તેમની પ્રતિભા તેમના વિશે વધુ ને વધુ જાણવા, સમજવા સતત પ્રેરિત કરતાં રહે છે તેથી જ તેમણે શ્રીકૃષ્ણ અને રાધાજીના આ વિષય પર લખવાનો પ્રથમ પ્રયાસ કર્યો છે.

Showing the single result