Nagindas Sanghvi
6 Books / Date of Birth:- 10-03-1920 / Date of Death:- 12-07-2020
નગીનદાસ સંઘવી અધ્યાપક અને લોકપ્રિય કટારલેખક હતા. તેમને ભારતનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’, 2019માં મળ્યું હતું. તેઓ ‘નગીનબાપા’ તરીકે જાણીતા હતા. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. ભણતર પૂરું થયા પછી તેમણે રૂ. 30ના માસિક વેતન પર એક જાહેરાત કંપનીમાં ટાઇપિસ્ટ તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. બીજી ઘણી નોકરીઓ પછી કર્યા પછી તેઓ શિક્ષણનાં ક્ષેત્રમાં આવ્યા. તેમણે શૈક્ષણિક કરિયર(1951-80)ની શરૂઆત ભવન્સ કૉલેજ, અંધેરીથી કરી હતી. ત્યારબાદ તેઓ રૂપારેલ કૉલેજ, મહીમ અને મીઠીબાઈ કૉલેજ વિલેપાર્લેમાં ઇતિહાસ અને પોલિટેકનિક સાયન્સ ભણાવતા. એ જ સમયે તેમણે અખબારમાં લખવાનું શરૂ કર્યું હતું. મીઠીબાઈ કૉલેજમાં ચંદ્રકાંત બક્ષી તેમની સાથે અધ્યાપક હતા.