Raeesh Maniar
11 Books / Date of Birth:- 19-08-1966
રઈશ મનીઆર ગુજરાતી ભાષાના ગઝલકાર, નાટ્યકાર, પટકથાલેખક, ગીતકાર, વાર્તાકાર, હાસ્યકાર, કટારલેખક અને મંચસંચાલક છે. તેમનો જન્મ વલસાડ જિલ્લાના કિલ્લા પારડી ગામમાં થયો હતો. શાળાકાળમાં જ એમની કાવ્યસર્જનની પ્રતિભા શિક્ષકોના ધ્યાનમાં આવી હતી. અગિયાર વર્ષની ઉમરે 1977ના માર્ચ મહિનામાં એમણે પ્રથમ કવિતા લખી હતી. જે 1981માં ગુજરાત સમાચારના ‘આનંદમેળો’ વિભાગમાં પ્રકાશિત થઈ હતી. રઈશ મનીઆરને બાળપણમાં શિક્ષક બનવાની મહેચ્છા હતી, પરંતુ અભ્યાસમાં તેજસ્વી હોવાથી સંજોગોને અનુસરીને એમણે સુરત મૅડીકલ કૉલેજમાંથી MBBS (1988) અને એમ.ડી. પિડિયાટ્રીક્સ (1992)નો અભ્યાસ સંપન્ન કર્યો. રઈશ મનીઆરનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કાફિયાનગર’ એમના MBBSના અભ્યાસ દરમિયાન લખાયો હતો. 2007 સુધી પિડિયાટ્રીશ્યન તરીકે અમી ચિલ્ડ્રન હૉસ્પીટલ ચલાવ્યા બાદ, પોતાનું કાર્યક્ષેત્ર બાળમનોવિજ્ઞાન પર કેંદ્રિત કર્યું. 2007થી લઈ 2013 સુધી એમણે અંતરંગ ચાઈલ્ડ ડૅવલપમેંટ ક્લીનીક ચલાવ્યું. 2013 બાદ સાહિત્યક્ષેત્રમાં સક્રિયતા વધતાં એમણે તબીબ તરીકેની પ્રેક્ટિસને તિલાંજલિ આપી, અને સંપૂર્ણ સમય લેખનને આપવાનો નિર્ણય લીધો. વર્ષ 2004માં એમને પારિવારિક ધોરણે અમેરિકાનો ગ્રીનકાર્ડ મળ્યો હતો. પરંતુ ગુજરાતી ભાષામાં અને સાહિત્યમાં કાર્યરત રહેવાની એકમાત્ર ઈચ્છાને કારણે એમણે ગ્રીન કાર્ડ સરેંડર કર્યો હતો. જો કે એ પછી એમણે અમેરિકાના દસેક પ્રવાસ દ્વારા અમેરિકામાં ગુજરાતી રસિકો માટે અનેક કાર્યક્રમો કર્યા છે. એ સિવાય એમણે યુ. કે. તેમજ દુબઈ અને મસ્કતના સાહિત્યિક પ્રવાસો કર્યા છે. ગીત-લેખક તરીકે અર્બન ગુજરાતી ફિલ્મોમાં ટ્રેંડસેટર ગણાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ (2012) ફિલ્મથી ગીત-લેખક તરીકે એમની કારકિર્દી શરૂ થઈ. સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગોલિયો કી રાસલીલા રામલીલા’ માટે એમણે એક બૅકગ્રાઉંડ સોંગ ‘થઈ દોડ દોડ ગલી વાટ મોડ’ લખ્યું છે. આ સિવાય ‘આ તો પ્રેમ છે’, ‘વિશ્વાસઘાત’, ‘પોલંપોલ’, ‘મુસાફિર’, ‘વિટીમીન શી’ અને ‘જે પણ કહીશ તે સાચું કહીશ’ જેવી ફિલ્મો માટે એમણે આશરે 60 જેટલા ગુજરાતી ગીતો લખ્યાં છે. હાલ તેઓ નવગુજરાત સમયમાં બુધવારે અને શનિવારે તેમજ દિવ્ય ભાસ્કરમાં રવિપૂર્તિમાં કટાર લખે છે.તેઓ ‘નર્મદચંદ્રક’ અને ‘કલાપી ઍવોર્ડ’ મેળવનાર સૌથી યુવા સાહિત્યકાર છે. એ સિવાય તેઓ પરિષદ અને અકાદમીનાં અનેક ઍવોર્ડ દ્વારા સન્માનિત થયા છે.
Social Links:-

Showing all 11 results

  • Dear Teenager

    250.00

    Reset Your માઇન્ડ to Super Charge Your લાઇફ આ પુસ્તકમાં ‘શું છે,’ એના કરતાં ‘શું નથી?’ એ કદાચ વધુ મહત્ત્વનું છે. આ પુસ્તક ટીનએજર્સને સંબોધીને લખાયેલું સેલ્ફ-હેલ્પનું પુસ્તક છે. અહીં ભલે ટીનએજર્સના પ્રૉબ્લેમ્સ અને સૉલ્યુશન્સની વાતો કરી છે, પણ આ કોઈ બોધપાઠ આપતું કે સોનેરી સલાહસૂચનોનું પુસ્તક નથી. તરૂણોમાં સારા... read more

    Category: 2022
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • Doobkikhor

    200.00

    ગુજરાતી વાર્તાવિશ્વનો એક સાચુકલો અને આશાસ્પદ અવાજ રઈશ મનીઆરનો પહેલો પરિચય મારા પ્રિય કવિ મરીઝ  વિશેના એમના નિ:સ્વાર્થ કામથી થયો. પછી મને એમનો પરિચય થયો ગાલિબના ચૂંટેલા શેરોના આલા દરજ્જાના અનુવાદક તરીકે. અને હવે વાર્તાકાર તરીકેનો રઈશ મનીઆરનો તાજો અવતાર જોઈને હું રાજી છું. આ વાર્તાસંગ્રહના પાનેપાને એમની કાબેલ મનોવૈજ્ઞાનિક... read more

    Category: Banner 1
    Category: New Arrivals
    Category: Short Stories
  • Marizotsav

    300.00

    `મરીઝ’ એટલે ગુજરાતી ગઝલસાહિત્યના ભિષ્મપિતામહ… જેમનું સમગ્ર જીવન દર્દ અને પીડાની બાણશય્યા પર પસાર થયું, જેનાં પરિણામે ગુજરાતી ગઝલે અનુભૂતિની અભિવ્યક્તિ માટે એક નવી જ દિશા ખોલી આપી! અત્યારે તમારા હાથને શોભાવી રહેલું આ પુસ્તક, `મરીઝ’ વિશેના લેખો કે અંજલિલેખોનો સંગ્રહ નથી, પણ પુસ્તકનાં પાને પાને તમને `મરીઝ’ના જીવનદર્શનની એક... read more

    By Compilation, Anil Chavda, Mariz, Raeesh Maniar
    Category: Ghazal
  • Tarkash

    165.00

    જુગલબંદી જાવેદ અખ્તર સાથે… સમય : 27 ડિસેમ્બર 2002ની જામતી રાત / સ્થળ : ગાંધીસ્મૃતિભવન, સુરત, 816 બેઠકોની ક્ષમતાવાળા હૉલમાં હકડેઠઠ ગોઠવાયેલા 1300 ઉત્કંઠ પ્રેક્ષકો / પ્રસંગ : વિમોચન સમારોહ `કૈફી આઝમી : `કેટલાંક કાવ્યો’ પુસ્તકનો / વિશેષ ઉપસ્થિતિ : જનાબ જાવેદ અખ્તર હા, એ યાદગાર રાતે, એમણે દસ મિનિટ... read more

    By Javed Akhtar, Raeesh Maniar
    Category: Ghazal
  • Aapne Balako Ne Sha Mate Bhanavie Chiye

    125.00

    આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? થોભીને વિચારવાની જરૂર બાળકો પર ભણતરનો અસહ્ય બોજ છે. દિવસે દિવસે ભણતર વધુ સ્પર્ધાત્મક બનતું જાય છે. એથી વધુ શિક્ષણ વિશેનો માબાપનો અભિગમ વધારે તણાવયુક્ત, દાબદબાણભર્યો અને સત્તાવાહી બનતો જાય છે. કદાચ તેથી જ આજે મોટા ભાગના બાળકોના બાળપણનાં શરૂઆતનાં વર્ષ શિક્ષણજન્ય તણાવમાં, શોષિત... read more

    Category: Parenting
  • Baluchher Ni Barakhadi

    99.00

    બાળઉછેરની બાળાખડી પ્રત્યેક બાળક જન્મે છે એની સાથે એનાં માબાપ જન્મે છે. બાળક પોતાની આસપાસની દુનિયા કેવી છે, પોતે શું છે, પોતાની આવડતો શું છે એ સમજતું જાય છે અને માબાપ પ્રત્યેક પળે જીવન વિશેની એની સમજ ઘડવામાં અને એ રીતે એના વ્યક્તિત્વનું ઘડતર કરવામાં સહભાગી થાય છે. સારાં માબાપ... read more

    Category: Child Care
    Category: Parenting
  • Gaalibnama : Ek Albela Shaayar Ni Anokhi Daastaan

    125.00

    ગ઼ાલિબનામા રઈશ મનીઆર ગ઼ાલિબે-ખસ્તા કે બગૈર કૌન સે કામ બંદ હૈં? રોઈએ જા઼ર જા઼ર ક્યા? કીજિયે હાય હાય ક્યોં? બહુત સે કામ હૈં ‘ગ઼ાલિબ’ કે, જો કરના બાકી હૈં, ઉનમેં એક જ઼રૂરી કામ યે ભી હૈ, જો રઈશ મનીઆર કર રહે હૈં. ‘ગ઼ાલિબ’ જો કહ ગયે હૈં, વો એક એક... read more

    Category: Biography
  • Mahol Mushayara No

    175.00

    ઉર્દુ અદબનો ગુજરાતી મિજાજ વર્તમાન સમયનો ગુજરાતી સાહિત્યરસિક કૂપમંડૂક નથી. એ તો સમય અને સ્થળની સરહદોને પાર જઈ સાહિત્યના વિવિધ રસનો આસ્વાદ કરવા માંગે છે. તેથી જ વિશ્વભરની ભાષાઓનું શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં અસરકારક રીતે ઝીલાતું આવ્યું છે. ઉર્દુ ગુજરાતીની મસિયાઈ બહેન છે. ઉર્દુનો પ્રચલિત કાવ્ય પ્રકાર ગઝલ ગુજરાતી ભાષામાં પણ... read more

    Category: Ghazal
  • Mariz : Astitva Ane Vyaktitva

    150.00

    ગુજરાતી ગઝલઆકાશ, શયદા, શૂન્ય, ઘાયલ, સૈફ, બેફામ, ગની જેવા અનેક સિતારાઓથી ઝળહળે છે પણ એ સૌમાં મરીઝનું સ્થાન યાવત્ચંદ્રદીવાકરો, અનન્ય અને અમીટ છે. મરીઝ એટલા સરળ છે કે એમને કોઈ સર્ટિફિકેટની જરૂર જ નથી. મરીઝ એટલા ગહન છે કે કોઈ વિવેચકે બાંધેલા અર્થમાં એ બંધાય એમ પણ નથી. આમેય મરીઝે... read more

    By Raeesh Maniar, Mariz
    Category: Biography