Dear Teenager

Select format

In stock

Qty

Reset Your માઇન્ડ to Super Charge Your લાઇફ આ પુસ્તકમાં ‘શું છે,’ એના કરતાં ‘શું નથી?’ એ કદાચ વધુ મહત્ત્વનું છે. આ પુસ્તક ટીનએજર્સને સંબોધીને લખાયેલું સેલ્ફ-હેલ્પનું પુસ્તક છે. અહીં ભલે ટીનએજર્સના પ્રૉબ્લેમ્સ અને સૉલ્યુશન્સની વાતો કરી છે, પણ આ કોઈ બોધપાઠ આપતું કે સોનેરી સલાહસૂચનોનું પુસ્તક નથી. તરૂણોમાં સારા સંસ્કારો કેવી રીતે પડાય એની સૂફિયાણી વાતો આ પુસ્તકમાં નથી. સારા અભ્યાસ માટે કોઈ સીધી સલાહ આમાં નથી કે નથી કરિયર માટે કોઈ સીધી માહિતી. તો પણ આ પુસ્તક મોટિવેશનના કોઈપણ ખ્યાતનામ પુસ્તક કરતાં વધારે મૂલ્યવાન છે. આ પુસ્તક દ્વારા ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર અને બાળ-મનોવિજ્ઞાની ડૉ. રઈશ મનીઆર નવયુવાનો સાથે સીધો સંવાદ સાધે છે. પોતાના જીવનનું સુકાન જાતે સંભાળવું, સ્વાભિમાન અને આત્મવિશ્વાસ કેળવવો, મુશ્કેલીઓ પાર કરતાં શીખવું, સતત અપડેટ થતાં રહેવું, ધ્યેય અને લક્ષ્ય વિશેની સમજ કેળવવી, પોતાની આગવી વૅલ્યૂ-સિસ્ટમ કેળવવી, ગુસ્સો – ચિંતા – નકારાત્મકતા – ઉદાસી વગેરે પર નિયંત્રણ મેળવવું.. આ બધી બાબતો વિશે આ પુસ્તકમાંથી તરૂણોને મિત્રતાભર્યું માર્ગદર્શન મળી રહે છે. આઠમા-નવમા ધોરણમાં આવેલા કે પછી કૉલેજમાં પ્રવેશેલા ટીનએજરને કાચી ઉંમરે Life Skills અને Emotional Management શીખવવા માટે આનાથી વધુ સારું પુસ્તક ગુજરાતી ભાષામાં શોધ્યું નહીં જડે. ‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?’ અને ‘બાળઉછેરની બારાખડી’ જેવા ઑલટાઇમ ગુજરાતી બેસ્ટસેલર પુસ્તકોના લેખક ડૉ. રઈશ મનીઆર દ્વારા લખાયેલું આ પુસ્તક તમે જેનું હિત ઇચ્છતા હો એવા કોઈપણ ટીનએજર માટેની અમૂલ્ય ભેટ બની રહેશે. એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે દરેક ટીનએજરને એની અજોડતાનો અહેસાસ કરાવતું આ પુસ્તક બુકશેલ્ફ્માં નહીં પણ હૃદયની અલમારીમાં કાયમી સ્થાન લે, એવી મૂલ્યવાન ગુણવત્તા ધરાવે છે.

SKU: 9789395556316 Categories: , , , , Tags: , , , , ,
Weight0.25 kg
Dimensions1 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Dear Teenager”

Additional Details

ISBN: 9789395556316

Month & Year: October 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 224

Dimension: 1 × 5.5 × 8.5 in

Weight: 0.25 kg

રઈશ મનીઆર ગુજરાતી ભાષાના ગઝલકાર, નાટ્યકાર, પટકથાલેખક, ગીતકાર, વાર્તાકાર, હાસ્યકાર, કટારલેખક અને મંચસંચાલક છે. તેમનો જન્મ વલસાડ જિલ્લાના કિલ્લા પારડી ગામમાં થયો હતો. શાળાકાળમાં જ… Read More

Additional Details

ISBN: 9789395556316

Month & Year: October 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 224

Dimension: 1 × 5.5 × 8.5 in

Weight: 0.25 kg