`મરીઝ’ એટલે ગુજરાતી ગઝલસાહિત્યના ભિષ્મપિતામહ… જેમનું સમગ્ર જીવન દર્દ અને પીડાની બાણશય્યા પર પસાર થયું, જેનાં પરિણામે ગુજરાતી ગઝલે અનુભૂતિની અભિવ્યક્તિ માટે એક નવી જ દિશા ખોલી આપી!
અત્યારે તમારા હાથને શોભાવી રહેલું આ પુસ્તક, `મરીઝ’ વિશેના લેખો કે અંજલિલેખોનો સંગ્રહ નથી, પણ પુસ્તકનાં પાને પાને તમને `મરીઝ’ના જીવનદર્શનની એક જુદી જ મહેક માણવા મળે એવો અમૂલ્ય ગુલદસ્તો છે!
`મરીઝ’ની પીડાના પટારામાંથી નીકળતું એક એક ગઝલઘરેણું, તમારી ગઝલપ્રીતિને સદાકાળ માટે `લાઇવ’ રાખશે અને ગઝલપ્રેમીઓ તેમજ `મરીઝ’ના દીવાનાઓ માટે આ પુસ્તક એક અણમોલ ખજાનો બની રહેશે!
આવો, `મરીઝ’ સાહેબને તેમના જ અંદાજમાં કહીએ –
હા, સૌને પ્રેમ કરવા મેં લીધો હતો જનમ,
વચમાં તમે જરાક વધારે ગમી ગયા!
Be the first to review “Marizotsav”
You must be logged in to post a review.