Baluchher Ni Barakhadi

Category Child Care
Select format

In stock

Qty

બાળઉછેરની બાળાખડી

પ્રત્યેક બાળક જન્મે છે એની સાથે એનાં માબાપ જન્મે છે. બાળક પોતાની આસપાસની દુનિયા કેવી છે, પોતે શું છે, પોતાની આવડતો શું છે એ સમજતું જાય છે અને માબાપ પ્રત્યેક પળે જીવન વિશેની એની સમજ ઘડવામાં અને એ રીતે એના વ્યક્તિત્વનું ઘડતર કરવામાં સહભાગી થાય છે.
સારાં માબાપ બનવા માટે કોઈ ડિગ્રી લેવાની નથી હોતી, પણ બાળમાનસની અને બાળવિકાસની ઉચિત સમજ કેળવવાની હોય છે. કદાચ ગઈ પેઢીનાં માબાપ કરતા આજનાં માબાપ વધુ જાગ્રત અને વધુ હોંશિયાર છે, છતાં બાળઉછેરની સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જાય છે. ડર કે ચિંતા અથવા લોભ કે લાલચથી કરાતો બાળઉછેર એનું મુખ્ય કારણ છે. પ્રત્યેક માબાપ સમતોલ ચિત્ત રાખી બાળઉછેર કરે તો સમાજ નંદનવન બની જાય અને પ્રત્યેક બાળક મહોરી ઊઠે.
આજનાં માબાપને બાળઉછેર વિશેના અનેક સવાલો, અનેક સમસ્યાઓ પજવે છે અને આજના સ્પર્ધાત્મક વ્યાવસાયિક જગતમાં કહેવાતા ઉકેલો સાથે માબાપને માથે જાહેરાતોનો મારો ઠાલવવામાં આવે છે.
આવા સમયે કોઈ અધિકૃત વ્યક્તિ સહૃદયતાથી વિવિધ મૂંઝવણો અંગે માબાપને માર્ગદર્શન આપે એવા વિશિષ્ટ પુસ્તકની જરૂરિયાતમાંથી આ પુસ્તક રચાયું છે.
ડૉ. રઈશ મનીઆર ગુજરાતના જાણીતા ડેવલપમૅન્ટલ ઍન્ડ બિહેવિયરલ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે. બાળમનોવિજ્ઞાની હોવા ઉપરાંત એક કવિહૃદયી વિચારક તરીકે તેઓ બાળઉછેરની સરળ છતાં ઊંડાણભરી ચર્ચા માંડે છે.
`આરપાર’ મૅગેઝિનના સર્વેમાં ગુજરાતી ભાષાના સર્વકાલીન શ્રેષ્ઠ 200 પુસ્તકોની યાદીમાં સ્થાન પામેલું આ પુસ્તક ગુજરાતનું ગૌરવાન્વિત સંસ્કાર ઘરેણું છે.

SKU: 9789351228363 Category: Tags: , , , , , ,
Weight 0.11 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Baluchher Ni Barakhadi”

Additional Details

ISBN: 9789351228363

Month & Year: December 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 88

Weight: 0.11 kg

રઈશ મનીઆર ગુજરાતી ભાષાના ગઝલકાર, નાટ્યકાર, પટકથાલેખક, ગીતકાર, વાર્તાકાર, હાસ્યકાર, કટારલેખક અને મંચસંચાલક છે. તેમનો જન્મ વલસાડ જિલ્લાના કિલ્લા પારડી ગામમાં થયો હતો. શાળાકાળમાં જ… Read More

Additional Details

ISBN: 9789351228363

Month & Year: December 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 88

Weight: 0.11 kg