Salagata Chinar

Select format

In stock

Qty

ચિનાર સળગી રહ્યાં છે…

હજીય ચિનાર સળગી રહ્યાં છે – વિસ્થાપિતોની ભીતર. ચિનારનું વૃક્ષ કાશ્મીરની ઓળખ છે. આ વૃક્ષના છાંયડા નીચે ક્યારેક એક એ સમુદાય પણ શ્વસતો હતો, જેની નસેનસમાં ચિનારનાં પર્ણોની શિરાઓ હતી, જ્યાંથી રક્ત કાયામાં વહેતું. 1990, જાન્યુઆરીમાં એક એવી ગોઝારી રાત ઊગી કે કાશ્મીરી પંડિતોની આંખો બીજી સવારનો સૂરજ ન જોઈ શકી. આ સમુદાયને રાતોરાત પલાયન કરવાનો વારો આવ્યો.
આ તારીખ ભાગ્યે જ કોઈ કાશ્મીરી પંડિત ભૂલી શકશે. આ એ કાળો દિવસ હતો, જેણે એક સમુદાય પાસેથી પોતાના ‘હોવાપણા’નો અર્થ ખૂંચવી લીધો. કેટલીય શૈક્ષણિક સંસ્થાઓને આગ લગાડી દેવામાં આવી. મંદિરો અને ધર્મસ્થાનોને તોડી નંખાયાં. લૂંટ, બળાત્કાર, નિર્મમ હત્યાઓ થઈ. એ ક્ષણ પછી ઘર માટે, માટી માટે, ભૂમિ માટે રઝળપાટ કરતા આ સમુદાય માટે આકાશમાં ક્યારેય ચંદ્ર આખો ઊગ્યો નથી. સદાય અડધા આકાશનો અડધો ચંદ્ર જ એમના ભાગ્યમાં આવ્યો.
કાશ્મીરી પંડિતોનો સંબંધ જેટલો સફેદ બરફ સાથે રહ્યો તેટલો જ સફેદ કફન સાથે પણ રહ્યો. એ સાચું કે ભારતના વિભાજન પર જેટલું લખાયું છે તેટલું કશ્મીરી પંડિતોના ઘરનિકાલ અને સામૂહિક પીડા વિશે લખાયું નથી. પ્રત્યેક ગુજરાતી કાશ્મીરી પંડિતોના નિર્વાસનની આ પીડાને થોડા ઘણા અંશે પણ અનુભવી શકે એ જ એક આશય. કાશ્મીરી પંડિતો દ્વારા લિખિત આ હૃદયસ્પર્શી વાર્તાઓ ભાવકોને સમૃદ્ધ કરશે એવી શ્રદ્ધા.
– પન્ના ત્રિવેદી

Weight0.16 kg
Dimensions0.7 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Salagata Chinar”

Additional Details

ISBN: 9788119132669

Month & Year: August 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 130

Dimension: 0.7 × 5.5 × 8.5 in

Weight: 0.16 kg

પન્ના ત્રિવેદી એક વાર્તાકાર હોવાની સાથે સાથે કવયિત્રી, વિવેચક, સંશોધક, સંપાદક તથા અનુવાદક છે. વર્ષ 2002માં પ્રથમ વાર્તાસંગ્રહ સાથે ગુજરાતી સાહિત્યમાં તેમણે પ્રવેશ કર્યો હતો… Read More

Additional Details

ISBN: 9788119132669

Month & Year: August 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 130

Dimension: 0.7 × 5.5 × 8.5 in

Weight: 0.16 kg