Kishor Makwana
7 Books
ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદના જીવન દર્શનના અભ્યાસુ કિશોર મકવાણા સામાજિક ન્યાય, સામાજિક સમતા-સમરસતા ઉપર વર્ષોથી લખતા રહ્યા છે. તેઓ વડાપ્રધાનના અધ્યક્ષપદ હેઠળ કાર્યરત ‘નેહરુ મૅમોરિયલ મ્યુઝિયમ ઍન્ડ લાઇબ્રેરી’માં સભ્ય અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીનના બૉર્ડ મૅમ્બર છે. તેઓ લગભગ 30 વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની રવિપૂર્તિમાં સૉશિયલ નેટવર્ક કૉલમના કૉલમિસ્ટ છે. ‘નમસ્કાર’ સામયિક અને ‘સાધના’ સાપ્તાહિકના ભૂતપૂર્વ તંત્રી રહી ચૂક્યા છે. Mission BHIM વેબસાઇટના સ્થાપક છે, જેના દ્વારા ડૉ. આંબેડકરના ગ્રંથો અને વિચારોનો પ્રચાર-પ્રસાર થાય છે. ‘કૉમનમૅન નરેન્દ્ર મોદી’ આ પુસ્તકનો દેશની ઘણી ભાષામાં અનુવાદ થયો તેમજ એના પરથી Eros Now પર વૅબસિરીઝ બની છે. તેમના 33 કરતા વધુ પુસ્તકો છે. ડૉ. આંબેડકર પર તેમનાં 9 પુસ્તકો છે. તેમણે અનેક પુસ્તકોનાં અનુવાદો તેમજ સંપાદનો કર્યાં છે. કિશોર મકવાણાને તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના હસ્તે ‘સામાજિક સમરસતા અને ભારતીય રાષ્ટ્રવાદ’ માટેના પત્રકારત્વ બદલ ‘નચિકેતા પુરસ્કાર’, નેપાળ ‘બૌદ્ધ ઇન્ટરનેશલ મિશન' તરફથી ‘તથાગત પુરસ્કાર', ‘પ્રતાપ નારાયણ મિશ્ર યુવા સાહિત્ય પુરસ્કાર’ અને ‘ગુજરાત ગૌરવ’ જેવા અનેક પુરસ્કારો તથા સામાજિક તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સન્માનિત થયા છે. અટલ બિહારી વાજપેયીની ઐતિહાસિક લાહોર બસયાત્રા સમયે પત્રકાર તરીકે લાહોર યાત્રા કરી છે. ઉપરાંત એક પત્રકાર તરીકે પાકિસ્તાન, નેપાળ, લંડન, મોરિશસ, ભૂતાનની મુલાકાત.
Social Links:-

Showing all 7 results

  • Bharat Na Bhagla Ni Bhitar Ma

    500.00

    સ્વતંત્રતા આંદોલનની સાથેસાથે ભારતના ભાગલા પાછળનાં સાચા કારણો અને પીડા પ્રજા જાણી શકે એ આશયથી આ પુસ્તક લખવામાં આવ્યું છે. દેશ સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઊજવી રહ્યો છે ત્યારે આ પુસ્તક આજની અને આવનારી નવી પેઢીને કંઈક ઇતિહાસબોધ આપીને સત્ય જાણવા માટેનું નિમિત્ત બનશે.

    Category: Articles
    Category: History
    Category: New Arrivals
  • Jungal No Raja Krantivir Birsa Munda

    125.00

    “બિરસા મુંડા.... મહાન ક્રાંતિકારી”   9 જૂન, 1900ના દિવસે સવારે આઠ વાગે રાંચીની જેલમાં જંગલના રાજા કહેવાતા આ યુવાને માતૃભૂમિની રક્ષા માટે શહાદત વહોરી લીધી.||   બિરસાએ રાંચીનાં જંગલોમાં બે મોરચે સંઘર્ષ કર્યો: એક, જંગલમાં સેવાના નામે લોભ-લાલચથી ધર્માંતર કરતી ઈસાઈ મિશનરીઓથી વનવાસી સમાજને બચાવવા માટે અને બીજો, અંગ્રેજ સલ્તનતથી... read more

    Category: Banner 1
    Category: Biography
    Category: New Arrivals
  • Rastra Sathe Sakshatkar

    250.00

    RSSના નવ દાયકાના એકધારા પરિશ્રમથી આજે દેશમાં હિન્દુચેતનાનું મોજું આવ્યું છે. હવે ભારતના ભાગ્યવિધાતા હિન્દુ જ છે તેવો દૃઢ વિશ્વાસ જાગ્યો છે. પરિણામે RSSના સ્થાપનાકાળથી જ લોકોની સાથે સાથે Mediaમાં પણ સંઘ વિશે જાણવા-સમજવાની જિજ્ઞાસા વધતી રહી. જોકે સંઘનો પ્રસિદ્ધિપરામુખ સ્વભાવ હોવાના કારણે એણે હંમેશાં પોતાના કાર્યને વધુ મહત્ત્વનું ગણ્યું,... read more

    Category: Interviews
    Category: New Arrivals
  • Samajik Krantina Mahanayak Dr. Babasaheb Ambedkar

    499.00

    ડૉ. બાબાસાહેબ આંબેડકર મહામાનવ હતા. એમનું સમગ્ર જીવન એક સંદેશ છે, એમના વિશે મનન-ચિંતન કરીશું તો ડૉ. બાબાસાહેબનું સમગ્ર જીવન આપણને અન્યાય, અત્યાચાર, અધિકાર અને સ્વાભિમાન માટે લડવાની તાકાત આપે છે. માર્ટિન લ્યૂથર કિંગ અને બાબાસાહેબ એક જ દિશામાં ચાલતા હોય એમ લાગે, છતાં દીવા જેવું સત્ય એ છે કે... read more

    Category: 2024
    Category: Essays
    Category: Latest
    Category: March 2024
    Category: New Arrivals
  • Dr. Babasaheb Aambedkar Rashtranirmanma Yogdan

    200.00

    મારું મન આપણા દેશના ભાવિથી એટલું બધું ભરેલું છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત સ્વતંત્ર દેશ હશે. એની સ્વતંત્રતાને શું થશે ? શું તે પોતાની સ્વતંત્રતા જાળવી રાખશે કે ફરી ગુમાવશે ? મારા મનમાં આવતો આ પ્રથમ વિચાર છે. ભારત કદી સ્વતંત્ર દેશ હતો નહિ એવું નથી. મુદ્દો એ એ... read more

    Category: History
  • Sangh Nu Lakshya

    125.00

    સંઘના વિરાટ વટવૃક્ષને પામવાની સફળ કેડી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – આર. એસ. એસ. સદા સર્વદા સહુની જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. સંઘ રાષ્ટ્રજીવનની વિકરાળ સમસ્યાઓની વચ્ચે એક આશાનું કિરણ બની રહ્યો છે. સમાજની અપેક્ષાઓનું કેન્દ્ર બન્યો છે અને જીવનમૂલ્યોની માવજત કરનાર એક શક્તિશાળી પરિબળ તરીકે રાષ્ટ્રમાં ઉપસી આવ્યો છે. ભારતના ઉજ્જ્વળ... read more

    Category: Reflective
  • Yugpurush Vivekanand

    200.00

    ઓ ભારતવાસી ! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ-ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહીં કે તારો જન્મ, જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહીં કે ભારતનો હલકો વર્ગ, અજ્ઞાની... read more

    Category: Biography